SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન રાષ્ટ્રીય ઇતિહાસ ઉજાગર યોજનાનો ઉદ્દેશ્ય ધર્મ, સંસ્કૃતિ, રાષ્ટ્રીયતા તેમજ પ્રાચીન ઐતિહાસિક તથ્યોના સંસ્કારો સમાજમાં પ્રસારિત કરવાનો છે. આ હેતુને પૂર્ણ કરવા સાહિત્ય પ્રકાશન, જ્ઞાન સત્રની પ્રવૃત્તિઓ તેમજ તેને અનુરૂપ પરિસંવાદ વગેરે કાર્યક્રમો રજુ થાય તેવી અમારી યોજના છે. આ પ્રવૃત્તિઓના પ્રથમ પુષ્પ રૂપે ‘‘સરસ્વતીની ગરિમા’’ વિષય ઉપર ગજાનન દવેની કલમે લખાએલું પુસ્તક પ્રસિદ્ધ દવેજી પરિવાર તેમજ પંડ્યા શંકરલાલ કેશવલાલના સ્વર્ગ. પરિવારજનોની પુણ્યસ્મૃતિરૂપે છપાવી પ્રસિદ્ધ કરાવવાનો અમોને સહકાર મળેલ છે. આ પુસ્તકની વેચાણ કિંમત આ સંસ્થાની સંપત્તિ-નિધિ રહેશે. આપ આપના શુભ પ્રસંગોમાં આપના આત્મીય જનોને ભેટ આપવા આ પુસ્તકોને ખરીદી સહકાર આપશો. તેમાં સિદ્ધપુર અને સરસ્વતીની ગરિમાને ઉજ્વલિત કરવાનું શ્રેય પણ આપના હાથે સચવાશે. જ્ઞાનસત્ર, પ્રકાશન અને અન્ય પ્રવૃત્તિયો આ પ્રમાણે નામાભિધાન સાથે યોજવાની પણ ઉમ્મીદ અમારી પ્રવૃત્તિયોમાં છે. આપનો સહકાર એજ આ ઉદ્દેશ્યનો પ્રસાર છે. આ અમારું પ્રથમ સાહિત્ય-પુષ્પ રજુ કરતાં અમો આનંદ અનુભવીએ છીએ. રાષ્ટ્રીય ઇતિહાસ ઉજાગર યોજના બ્રાહ્મણીયા પોળ, અંબાવાડી નાકે, સિદ્ધપુર-(૩૮૪૧૫૧) બચુભાઈ રા. દવેના વંદન સંકલન-પ્રમુખ રાષ્ટ્રીય ઇતિહાસ ઉજાગર યોજના સિદ્ધપુર. (ઉ.ગુ.)
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy