SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનદર્શન વિકસેલું છે. ભોગની વાત તો સમજમાં આવે તેવી છે. મનુષ્ય તો શું પશુ-પક્ષી જેવા અબોધ જીવો પણ ભોગનું તત્ત્વજ્ઞાન સમજતાં હોય છે. ભોગનો ઉપભોગ પણ કરતા હોય છે પરંતુ કુદરતના કાયદાઓએ તેમને એકદમ અમર્યાદિત ભોગને માર્ગે પહોંચી શકે એવી સુવિધાઓ વાળી જીવનશૈલી બક્ષેલી નથી. પ્રારબ્ધ પ્રાપ્ત ભોગમાં જ તેમને સંતોષ લેવો પડે છે. મનુષ્ય પ્રારબ્ધ પ્રાપ્ત ભોગ તો ભોગવે જ છે પરંતુ પોતાના પ્રયત્નોથી તેમાં ફેરફાર કરી શકવાની બુદ્ધિ-શક્તિ પણ ધરાવે છે. પશુ-પક્ષી અને માણસના તફાવતનો વિચાર કરવામાં આવે તો મનુષ્ય પોતાની બુદ્ધિ-શક્તિથી જ્ઞાનનો અધિકારી બની શકે છે. આપણી સંસ્કૃતિમાં ભોગની સમજ સાથે મોક્ષના વિશિષ્ટ જ્ઞાનનો સંબંધ જોડાયેલો છે.ભોગ આપણને પ્રત્યક્ષ ભોગવવામાં આવતા સુખોની મજા તો ચખાડે છે; પરંતુ તેના ભયસ્થાનોનું જ્ઞાન તે આપી શકતું નથી. આ ભયસ્થાનોનું જ્ઞાન મોક્ષ-સાધનની વિદ્યા દ્વારા મળી શકે છે. મોક્ષ અંગેનું જ્ઞાન આપણને સુખો ભોગવવાનું તો કહે છે; પણ તે દુ:ખોમાં ન પલટાઈ જાય એવી દિશાનો નિર્દોષ કરે છે. સમુદ્રમાં વહાણ ચલાવવાની માત્ર વિદ્યા શિખવાથી સમુદ્ર માર્ગ દ્વારા લક્ષ્ય સ્થાને પહોંચવાનું શક્ય બનતું નથી. સમુદ્રમાં તો પૃથ્વીની જેમ કોઈ રાજમાર્ગો પ્રત્યક્ષમાં નથી હોતા પરંતુ જ્યાં જોઈએ ત્યાં જળ અને ઉપર આકાશ નજરે પડે છે. સમુદ્રમાં વહાણ ચલાવનારે સમુદ્રમાં રહેલા ખડકો અને આઠે દિશાઓના જ્ઞાનથી વહાણ હંકારવાનું હોય છે. આ જ્ઞાનના અનુભવ વિના વહાણ હંકારનાર કાંતો ખડકોથી ભટકાઈ વહાણને તોડીફોડી નાંખે છે; કાંતો વિપરીત દિશાઓ તરફ ભટકાયે જાય છે. વ્યક્તિ સુખો પણ સમાજથી પ્રાપ્ત કરે છે. વ્યક્તિ પોતાની જીવન સફરમાં પતનના વિષુબ્ધ માર્ગે ચઢી જઈ જો સુખો ભોગવવા લાગે તો ભયસ્થાનોના અવરોધોથી ટકરાઈ બર્બાદી શકે છે. પણ તે જો નિયતિના નિર્દોષ માર્ગોને ઓળખી પોતાની જીવનનૌકાને હંકારે તો આ સંસાર-સાગર તરી શકે છે. નિયતિના આ નિર્દોષ માર્ગોની દિશાએ શાસ્ત્ર-વચનો છે. શાસ્ત્રોમાં સમાએલા જ્ઞાનમાં સમાજસંચાલનનું અબોધ શસ્ત્ર પણ છુપાએલું છે. આ શસ્ત્ર વડે જ સંસારને સફળતાપૂર્વક જીતી શકાય છે. અક્ષય સુખોનો અવિરત આનંદ માણી શકાય છે. શાસ્ત્રમાં નિર્દેષિત વિચારો પરિપક્વ બુદ્ધિ અને દૂરંદેશી દષ્ટિકોણથી વિચારાયેલ લક્ષ્ય પ્રાપ્તીના સહાયક સાધનો છે. કોઈપણ લક્ષ્યની સિદ્ધી માટે લક્ષ્યને અનુરૂપ સાધનની પણ આવશ્યકતા રહે છે. જો શાસ્ત્ર-સંમત સાધનો વડે સુખો મેળવવાનો પુરુષાર્થ આપણે અપનાવીયે તો વ્યક્તિ અને સમષ્ટિ બંનેના શ્રેયનો સમાન સરવાળો બને છે. તેનાથી વિપરીત ભૂલચૂકમાં ગુંચવાયેલા સરવાળા જેવો સમાજ બને છે. સમાજમાં સંપને બદલે કુસુંપ, સ્નેહને સ્થાને વેર અને સુખના બદલે દુ:ખના ઓળા (૧૨૫
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy