SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે પ્રત્યેકને લાગુ થાય તેમ નથી. મનમાં સત્યરિત્ર નિર્માણ કરવાની એક એવી ‘આકાંક્ષા પણ ચિરસ્થાયી થઈ શકે છે જે મનનું પ્રેરણાસ્રોત બની શકે. મનોવિજ્ઞાન આ પ્રેરણસ્રોતની શક્તિને પણ પિછાને છે. દંભની માનસિકતાને જાણવા છતાંય મનોવિજ્ઞાન શાસ્ત્ર મનુષ્યની મૂળભૂત પ્રેરણાસ્રોતની શક્તિને વિકસાવવા સંસ્કારને એક મહત્વપૂર્ણ સાધન ગણે છે. મનોવિજ્ઞાનના મતે દર્શન અને શ્રવણથી ઉત્પન્ન મન અસાધ્ય સિદ્ધિઓ પણ હાંસલ કરી શકે છે. બીજી એક મહત્વપૂર્ણ વાત તરફ મનોવિજ્ઞાન ધ્યાન દોરે છે. તે વાત મનુષ્યના જન્મજાત સંસ્કારોના વારસાની છે બાળકના સ્થૂલ શરીરમાં જેમ તેના માતા-પિતાના સ્થૂલ તત્ત્વોના અંશ સંગ્રહાયેલા જોવા મળે છે તેમ તેઓના સુક્ષ્મ શરીર (મન) ના કણો પણ બાળકના સુક્ષ્મ શરીર (મન) પર અંક્તિ હોય જ છે. પશુઓના ઉદાહરણથી સમજી શકાય છે કે જે પશુઓનો જીવ (મન) હિંસ્ત્ર પ્રકારનો હોય છે તે સુક્ષ્મ મન તેમના વારસોમાં ઉપસી આવે છે. હિંસ્ત્ર સ્વભાવ એ શરીરનો નહીં પણ મનની માનસિકતાનો પરિચાયક છે. મનુષ્યના જન્મજાત સંસ્કારો મનુષ્યના અવ્યક્ત મનમાં અંકાયેલા રહે છે. સાનુકૂળ આવરણ સાથે સંબંધ સ્થપાતા આચરણરૂપે પ્રકટ થતા રહે છે. બાળકની માનસિક્તાના વિકાસમાં તેને પ્રાપ્ત થતા આવરણનો ફાળો અતિ મહત્વપૂર્ણ છે. હિન્દુ જીવનદર્શનમાં સામાજિક વાતાવરણ સર્જવા જે-જે ક્રિયાઓને પ્રાધાન્ય આપવામાં આવેલું છે તેમાં મહત્વની સોળ સંસ્કાર ક્રિયાનું આયોજન સમાવિષ્ટ છે. ગર્ભાધાનથી લઈ અંતિમ સંસ્કાર સુધીના આ સંસ્કારોનું માળખું એક સાચી સમજ તરીકેના જ્ઞાન દ્વારા જો ચિત્તને સંસ્કારિત કરવામાં આવે તો શ્રેષ્ઠ વ્યક્તિત્વના સર્જનનની દિશામાં ધાર્યું પરિણામ લાવી શકાય તેમ છે. મનોવિજ્ઞાન એમ પણ કહે છે કે મનુષ્યની ગ્રહણ શક્તિનો વિકાસ પાંચમાં વર્ષની ઉંમરેથી શરૂ થાય છે. આ વાતને નજરમાં રાખી શિક્ષણશાસ્ત્રીઓએ પાંચ વર્ષ પૂરું થયા પછી બાળકને શાળામાં પ્રવેશ કરાવવાનો ક્રમ ગોઠવ્યો છે. પાંચ વર્ષથી બાર વર્ષ સુધીની ઉંમર દરમ્યાન બાળક પ્રાથમિક શાળાના વાતાવરણમાં જીવે છે. બાર વર્ષથી સત્તર વર્ષની વય સુધી માધ્યમિક શાળામાં સમય ગુજારે છે. તે પછી તે એક્વીસ વર્ષનો થતાં થતાં મહાશાળાના સ્નાતક અભ્યસક્રમને ગ્રહણ કરે છે. આપણામાં એમ કહેવત છે કે સોળે સાન અને વીસે વાન. સાન એટલે સમજશક્તિ સારા-નરસાને પારખવાની વિવેકશક્તિરૂપી સાન બાળકને સોળ વર્ષની વય સુધીમાં આવી જાય છે. આ સમય દરમ્યાન તે પ્રાથમિક શાળાના વાતાવરણને અનુભવે છે. પ્રાથમિક શાળાના વાતાવરણ અને અભ્યાસક્રમને જો સંસ્કારલક્ષી બનાવવામાં આવે તો બાળકમાં સાચી સાન ઉત્પન્ન થવાને યોગ્ય આવરણ પૂરું પાડી શકાય તેમ છે. વીસે વાનનો અર્થ એટલો જ છે કે સોળ પછીના વીસ વર્ષની વય સુધી બાળકની બુદ્ધિમાં એક ચોક્કસ માનસિક્તા દઢ બને છે. (૧૧
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy