SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યું છે. કરી રહ્યા છે. આ એક એવી સામાજિક શિક્ષણની વ્યવસ્થા છે; જેમાં કોઈ સંસ્થા માટે વેતનનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. તેમના નિર્વાહની જવાબદારી સ્વયં સમાજ જ પૂરી કરે તેવી ગોઠવણ છે. તેઓ સ્વતંત્ર સ્વાવલંબી પુરુષાર્થીઓ છે. વેદવિદ્યાના પ્રસારણ માટે પારંગત વિદ્વાનો પણ યજ્ઞોના અનુષ્ઠાનની ભૂમિકા પર સ્વતંત્ર તેમજ સ્વાવલંબી રીતે માન-સન્માન પૂર્વક જીવન જીવી શકે તેવી સામાજિક સુવ્યવસ્થાનો પ્રાદુર્ભાવ અહીં થયેલો છે. પ્રાચીન સમયથી એક પાઈની પણ ફી આપ્યા સિવાય જ્ઞાનાર્જન કરી શકાય એવી સ્વતંત્ર અને સ્વાવલમ્બી સમાજ વ્યવસ્થા અહીં મજબૂત રીતે પ્રસ્થાપિત થયેલી છે. આ સમાજ વ્યવસ્થાને આશ્ચર્ય બે બદામ જેટલો પણ ખર્ચ કર્યા સિવાય વિદ્વતાની ટોચે પહોંચેલા અનેક ધૂરંધર વિદ્વાનો અહીં નિર્માણ થયેલા છે. આજની સ્થિતિ તદ્દન ભિન્ન છે. ભલે પ્રાથમિક માધ્યમિક શાળાઓના સ્તર સુધી વગર ફીએ પ્રવેશની સુવિધા સરકારે નિર્માણ કરેલી હશે પણ તેમાં ભણનારને ફી સિવાયના ખર્ચની અનેક સમસ્યાઓ સામે આવે છે. દર્શન અને શ્રવણના માધ્યમથી બાળકોમાં વિશિષ્ટ જ્ઞાન સર્જવાના પ્રવાસોની વ્યવસ્થા શાળાઓ કરતી હોય છે. પણ તેનો લાભ ગરીબીની રેખા નીચે જીવતા વાલીઓના વિદ્યાર્થીઓને પહોંચતો નથી. બીજું આજના સામાજિક વાતાવરણ અને શૈક્ષણિક કમરાઓમાં અપાતા શિક્ષણ-સંસ્કારોનું સ્તર એટલું પ્રભાવોત્પાદક રહ્યું નથી કે ટયુશન જેવી કોચિંગની સવલતો સિવાય વિદ્યાર્થી સંપૂર્ણ સફળ બનવા પુરુષાર્થી બની શકે. મારા એક મિત્ર મને કાયમ એક દોહરો સંભળાવતા હતા કે “સબ નોકરી સટરપટર, માસ્તરીમેં મજા બાર માસકા તનખા ઔર છ માસ કી રજા” શિક્ષણ વ્યવસ્થાના વિષયમાં સમાજની આ માનસિકતા છે. જીવનના ઉચ્ચતમ ખ્યાલોના જ્ઞાનનો એકડો પણ ન જાણનાર આ ક્ષેત્રમાં ના છૂટકે નોકરી સ્વીકારે છે અને સ્વીકારનાર પણ કેવળ અભ્યાસક્રમના મહોરા સિવાયનું કોઈપણ ચિંતન બાળકોને પ્રદાન કરવાના સંસ્કાર બાબત લક્ષ્યવિહીન જ હોય છે. શિક્ષણ સંસ્કારોની ક્ષમતા નિર્માણ કરવાના ક્ષેત્રની આ અવદશાને પરિણામે વિદ્યાર્થી અને વાલીઓનું લક્ષ્ય પણ મૂળભૂત ધ્યેયથી ખસી ડીગ્રી-પ્રધાન કોશિષોમાં પલટાઈ ગયું છે. ચોરી અને લાગવગ જેવા સામાજિક પ્રદુષણો પણ આ ક્ષેત્રમાં એટલા બધા મૂળ ઘાલી વિસ્તરી ચૂક્યા છે કે પરીક્ષાઓના સમયે પોલીસ બળનો પણ ઉપયોગ કરવો પડે છે અને પેપરો તપાસવાની કામગીરી બંધ કમરાઓમાં પહેરા નીચે કરાવવામાં આવે છેઅમારા એક વડીલ શ્રી લાભશંકર વકીલ તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થી જીવનનાં સંસ્મરણો સંભળાવતાં ટાંકતા હતા કે ““તેમના અભ્યાસ સમયમાં ઉત્તરવહીઓ ઉપર તે તપાસનારનું નામ પણ છાપેલું રહેતું.” ૧૧)
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy