SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ જનસમાજનું જે ભયાનક ચિત્ર શ્રીકૃષ્ણ સ્વયં નિહાળ્યું છે, તેના સંબંધમાં શ્રીકૃષ્ણ ગીતામાં ઉદ્ઘોષ કરેલો છે કે, “વલા યા શ્રી ધર્મણ...'' શ્રીકૃષ્ણનો આ ઉદ્યોષ અવતારવાદના તેમના અંતરાત્માની પુષ્ટિ કરે છે. શાસ્ત્ર વચનાનુસાર જે જે કામનાઓ મનમાં સંગ્રહાય છે તે તે દિશામાં મનુષ્યનું મન ગતિ કરવા પ્રેરાય છે. મનની ગતિ પ્રમાણે કર્મનું અનુષ્ઠાન રચાય છે. કર્મના અનુષ્ઠાનના આધાર પર ફળ વિન્યાસનું ક્ષેત્ર રચાય છે. કર્મનો ઉત્તરાધિકારી જીવ ગણાય છે. પ્રવર્તમાન કાયદાઓમાં પણ ખૂન જેવા કૃત્યો માટે ખૂની માનસને જ જવાબદાર ઠેરવવામાં આવે છે. ખૂન જો જીવતો પકડાયો હોય તો જ તેને ફાંસીએ ચઢાવવામાં આવે છે. જો તે મૃત અવસ્થામાં મળી આવેલો હોય તો તેના દેહને કોઈ સજા કરવામાં આવતી નથી. આ કાયદાઓનો સ્પષ્ટ અર્થ એ જ સુચવે છે કે દેહ નહીં પણ કર્મની સજા ભોગવવા તેનો જીવ જ જવાબદાર છે. મૃત દેહને કોઈ કાંકરી પણ મારતું નથી. મૃતદેહને સજા કરવાનું માનસ હિન્દુ માનસ નથી. હિન્દુ જીવનદર્શનમાં કર્મફળ ભોગવવાના હેતુ-સેતુ પર અવતારવાદ નિર્માયેલો છે. કર્મફળના ભુક્તાન માટે જન્મ- જન્માંતરવાળા આ સંસારનો આડંબર રચાયેલો છે. અવતારવાદની આ અવધારણાથી સંકલિત અવતાર અને અવસાનનો સિલસિલો ગોઠવાયેલો છે. એટલા માટે જ દાર્શનિકોએ સંસારને ચલા-ચલીનો ખેલ એવું નામ આપ્યું છે. આ અવધારણાની પરિભાષામાં મૃત્યુ એ તો માત્ર વણતર છે. જીવાત્માને સંચિત કર્મફળોને ભોગવવા વિવિધ ભિન્ન વર્ગો (દેહ) ને પણ ધારણ કરવા પડે છે. અવતાર એટલે જન્મની રચનામાં કેવળ મનુષ્યો, પ્રાણિયો કે નાનામોટા વિવિધ જીવજંતુઓનો જ સમાવેશ થાય છે એવું નથી. પણ પ્રત્યેક દશ્ય પદાર્થ આ નિયમથી બદ્ધ છે. વૃક્ષ- વનસ્પતિ, નદી, સરોવર, ઝરણાં અને અરણ્યો સુદ્ધાં તમામ દશ્ય પદાર્થોનાં પરિબળો આ નિયમના સંવિધાનમાં સમાવિષ્ટ છે. આ તમામ દશ્ય પરિબળો નિર્માણ અને નાશની પ્રક્રિયા સાથે સુસંકલિત છે. જે માટીમાંથી સજીવ જીવોનો જન્મ થતો અનુભવવામાં આવે છે એ માટીના સંયોજનોમાંથી જ નિર્જીવ જેવા દેખાતા તમામ પદાર્થો સર્જાય છે. ભૂમિ પર દેખાતા કોઈ પણ પદાર્થો ભૂમિના અધિષ્ઠાન વિના જન્મ લેતા જ નથી. તેમનો જન્મ સંભવિત જ નથી. ભૂમિના અધિષ્ઠાનથી જેમ તાંબુ, ચાંદી, સોનું, લોખંડ વગેરે પદાર્થો આપણે પ્રાપ્ત કરીએ છીએ, જેને આપણે નિર્જીવ ગણીએ છીએ, તેના અંશો પણ વનસ્પતિ ફળો અને અન્નવર્ગમાં સમાવાયેલા હોય જ છે. દશ્ય પદાર્થો તરીકે જેની ગણનાં આપણે નિર્જીવ તરીકે કરેલી છે તે પદાર્થોના જ અંશો શરીરમાં જીવંત કોષો તરીકે કામગીરી બજાવે છે. જો આ પદાર્થોનો મુળ ગુણધર્મ નિર્જીવ જ હોય તો જીવંત કોષ તરીકે સક્રિય ભૂમિકા શરીરમાં ભજવી શકે જ કેવી રીતે ? ધાતુઓમાંથી ઉત્પન્ન ૧00
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy