SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ એની એજ સ્થિતિમાં સદા-સર્વદા લટક્યા કરે તો વૃક્ષ ન તો યૌવન પ્રાપ્ત કરી શકશે ન નવું સર્જન. નાશની સંહારક શક્તિના યોગે તેને નવયૌવન તેમજ નવીન પુત્રપૌત્રોને નિર્માણ કરવાની મહાન શક્તિ પ્રાપ્ત થાય છે. ઉત્પત્તિ-સ્થિતિ અને સંહારની ત્રણે શક્તિઓ વિકાસલક્ષી અને મંગળદાતા છે. નિત્ય નવીનતા અને પ્રફુલ્લતાના તત્ત્વોથી સૃષ્ટિને સજાવવા આ ક્રમ ઘડાયેલો છે. મનુષ્ય પોતાની સૃષ્ટિ માટે લખ્યું છે કે “માધુર્નતિ પ્રતિદિન પ્રતિક્ષ.” કેટલી સુંદર ઉક્તિ આ છે. પ્રકૃતિનાં અર્થોપદેશથી આ ઉક્તિ ભરેલી છે. આયુ. એટલે જ ઉત્પન્ન થાય છે. આ અભિવૃદ્ધિનો રસ પણ મનુષ્ય શરીરમાં કેવલ ઉત્પન્ન જ થયા કરે. ઉત્પનથી પોષણ ભલે મળે. પરંતુ પ્રતિદિન પ્રતિક્ષણ નાશની વ્યવસ્થા જો ન હોય તો શરીરની દુર્ગતિની કલ્પના પણ રોમાંચ ખડા કરશે. એક સીધી સાદી વાત બધા જાણે છે કે કુવાના પાણીના ઉત્પન્ન જલસ્રોત ત્યારે જ સ્વચ્છ રહી શકે જ્યારે પાણી યથોચિત માત્રામાં ઉલેચાતું હોય. વપરાશ વિના ઉત્પન્નનો અર્થ પણ શો ? વપરાશ વિનાનું બંધિયાર પાણી પ્રદૂષણોનું જન્મસ્થાન બને છે. બાલ્યાવસ્થા યુવાની અને જરાવસ્થાનો અભ્યાસ કરવાથી જીવનનો મર્મ સમજાઈ જશે. એક વેપારી પેઢી પણ આ એકજ નિયમથી કામ કરી શકે છે. પેઢીમાં પણ જો આવક કરતાં (પેદાશ) જાવકનું સિંહાર) પ્રમાણ વધવા લાગે તો પેઢી સમાપ્તિની દિશામાં પહોંચશે. મનુષ્ય શરીર રચનામાં જરાઅવસ્થાને સંહારની દિશા ગણવામાં આવે છે. જો આ જરાવસ્થાને દૂર રાખવી હોય તો કુદરતના સર્ગ અને વિસર્ગના નિયમાનુસાર જીવનક્રમ ગોઠવવો પડશે. બાલ્યાવસ્થા અને યુવાની સમયે એટલે કે લગભગ એકવીસ વર્ષની ઉંમર સુધી જે શારીરિક ક્ષમતા મેળવાય છે તેનું કારણ ઉત્પન્નનું પ્રમાણ વિશેષ છે અને વપરાશનું પ્રમાણ નહિવત છે. ત્યારબાદ ભોગના માર્ગથી ઉત્પન્નના અવેજ કરતાં વપરાશ વધતો જાય છે. આ ગાળો વધતો-વધતો શરીરને જરાવસ્થાની દિશામાં ખેંચી જાય છે. ઉત્પન્ન વધુ અને અને વપરાશ સંયમિત રહે એવી જીવન પદ્ધતિ હિન્દુ જીવનદર્શનમાં સંકલિત છે. ઉત્પન્ન અને નાશ વચ્ચેનો જે તફાવત છે તે સ્થિતિ સર્જે છે. સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા આપણા પૂર્વજોએ વયં સ્થિરત્વની પ્રાર્થના ગાયેલી છે. વયને સ્થિરત્વ પ્રદાન કરવાના ઉપાય સુચવેલા છે. વીર્ય ઉત્પન્ન કરવા અને તેના સંરક્ષણથી વયને સ્થિર બનાવવાની ઉપાસનાને બ્રહ્મચર્યોપાસના કહે છે. આ ઉપાસના વિના જીવ જીવ જ રહી ભટકશે પરંતુ શિવ સ્વરૂપ નહીં બની શકે. દેહ રૂપી દેવાલયમાં શિવને પ્રકટ કરવા જીવને કેળવણી આપી કેળવવો પડશે. શિવ માટે કહેવાયું છે કે, “તેડમિન સર્વ તિ શિવ'' જે સર્વ શક્તિઓને પોતાની અંદર સમાવેશ કરે છે તે શિવ.
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy