SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ અને અંતે પોતાની કાર્ય લીલાઓ સમાપ્ત કરેલી પણ દેખાડે છે. ધરતી પર હિમવર્ષાના ખડકો પણ સર્જાય છે. વિખરાય છે. જલસ્ત્રોતો સરોવરોના રૂપે પ્રકટ પણ થાય છે અને અદશ્ય પણ થતા રહે છે. આકાશગંગાના ચિરંજીવ ગ્રહો પૃથ્વીની ભ્રમણ ગતિને લઈ જુદા-જુદા વિસ્તારોમાં જુદા-જુદા પ્રભાવથેત્રો પણ સર્જતા હોય છે અને આયુષ્ય-ક્ષય થયે ખરતા પણ હોય છે. સંક્ષિપ્તમાં સમીક્ષા કરતાં જણાશે કે પૃથ્વીજલ-વાયુ-આકાશ-અગ્નિ જેવા પંચભૂતોના તોફાની ચાબખાઓથી ઘણીવાર આ સૃષ્ટિતંત્ર હચમચી પણ ઉઠે છે; પરંતુ તેના સર્જક પરિબળો જેવા આ દેવોના નિયંત્રણનો પણ પરિચય કરાવે છે, આ બ્રહ્માંડમાં બ્રહ્માએ જે અનેક ગુણો અને શક્તિઓ ધરાવતી દૈવી અને આસુરી સૃષ્ટિઓ સર્જેલી છે તેનો ઇતિહાસ આપણા પૌરાણિક ગ્રંથો મહદ્અંશે વર્ણન કરે છે. - બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણે દેવોની કાર્યશૈલીનો પરિચય કરાવતાં અનેક આખ્યાનો તેમજ તત્ત્વ-નિરૂપણની પદ્ધતિનાં લખાણોથી આપણું પ્રાચીન વાડ્મય સમૃદ્ધ રીતે ખેડાયેલું છે. શિવ મહાપુરાણમાં આપેલા વર્ણન અનુસાર સર્વપ્રથમ સૃષ્ટિની શરૂઆત વૃક્ષ-વનસ્પતિ સર્ગથી થયેલી છે. આ સૃષ્ટિમાં પણ ઉત્પત્તિ સ્થિતિ અને સંહારક શક્તિઓનું સર્વવ્યાપક તત્ત્વ વિદ્યમાન છે. તેથી આ કાર્યશક્તિઓની કાર્યશૈલીને સમજવા સૌપ્રથમ તેનાથી શરૂઆત કરીએ. આપણા ધર્મશાસ્ત્રોએ વૃક્ષોના પ્રતિનિધિ રૂપે અશ્વત્થ (પીંપળો) વૃક્ષને સ્વીકારી તેના દ્વારા વૃક્ષોના માહાભ્યને વ્યક્તિના ધર્મ (ફરજ) સાથે સાંકળી લીધેલ છે. લાખો વર્ષની રૂઢ થયેલ સામાજિક પરમ્પરાને કારણે અબોધમાં અબોધ માનવીથી લઈ મૂર્ધન્ય વિદ્વાન સુધી પ્રત્યેક હિન્દુ આ વૃક્ષના માહાત્મને સમજે છે. તેને પૂજે છે. દેવમંદિરો અને વસવાટના આસપાસના વિસ્તારોમાં તેને ઉછેરે છે. પાણી સીંચે છે. તેને કાપતો નથી. તેમજ તેના લાકડાને બળતણ તરીકે વાપરતો નથી. કેવળ યજ્ઞકાર્ય સિવાય તેના સૂકા લાકડાને પણ રોજિંદા બળતણમાં ન વાપરવાનો દઢ સંકલ્પ તેના પ્રત્યેના આદરભાવનો સૂચક છે. હિન્દુ તત્ત્વદર્શીઓએ ફક્ત પીપળાને જ નહિ પણ વૃક્ષ છેદનની પ્રવૃત્તિને એક અપરાધ ગણેલો છે. વૃક્ષ-ઉછેરને પુણ્ય અને છેદનને પાપકર્મોની યાદીમાં સમાવેશ કરેલો છે. અરે, એટલું જ નહીં પણ આ વૃક્ષોને પૃથ્વી પરનાં સ્વયંભૂ શિવલિંગ ગણેલાં છે. વૃક્ષ પૂજાને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પૂજા તરીકે ગણાવેલી છે. આ વૃક્ષોનો સહારો લઈ પ્રાચીન સંસ્કૃતિનો વિકાસ આરંભાયેલો છે. અનેક તત્ત્વદર્શી તેમજ પ્રજ્ઞાન પ્રણેતા નરરત્નોએ વૃક્ષ નીચે પદમાસન લગાવી જ્ઞાન-ગંગાનો સાક્ષાત્કાર કરેલો છે. એક એક પાંદડામાં વિષ્ણુનો વાસ સ્વીકારી આપણા પૂર્વજોએ મુક્તકંઠે વિષ્ણુની સ્તુતિ કરતાં ગાયેલું છે કે, "वटस्य पत्रस्यपूटेशयानम बालमुकुन्दम मनसास्मरामि." આમ તો વન-વગડાઓમાં આ વનશ્રી વિશાળ સ્વરૂપે પ્રકટ થયા જ કરે છે ૯૩
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy