SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ધરવામાં આવે છે. જલ અને બિલીપત્રથી અનાયાસ એક પારધી દ્વારા થયેલી મહાદેવજીની પુજા પણ ચમત્કારિક ફળ આપે છે તેનું ઉદાહરણ શિવમહાપુરાણમાં છે. બિલીના પત્રથી શિવપુજા માટે નો મંત્ર કહે છે કે त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रिविघायुधं । त्रिजन्मपापसंहारमेक बिल्व शिवार्पणम् ॥ બિલ્વપત્રના મુળમાં જનાર્દન, મધ્યમાં બ્રહ્મા, અંતમાં રૂદ્ર અનેતળમાં સર્વદેવોનો વાસ છે. બિલીવૃક્ષની પ્રદક્ષિણા, પુજન, ઉછેર, તેમજ તેનું સેવન સર્વ રીત મંગળદાયી છે. તેની છાયા શીતળ અને આરોગ્યદાયક છે. વધુમાં વધુ પ્રાણશક્તિ આ વૃક્ષ પણ વાતાવરણમાં છોડે છે. લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે પુજાના ઉપયોગમાં જે પુષ્પો-પત્રો મહાદેવજીને અર્પણ કરાય છે. તેમાં બિલીપત્ર પણ છે. આ વૃક્ષનાં પાન, ફળ તેમજ મુળ અને છાલ બધુંજ અત્યંત ગુણકારી છે. પત્રનો સ્પર્શ અને ગંધ શોક, મોહ, દારિદ્રય, અપમૃત્યુ અને અલક્ષ્મી નાશક મનાયેલ છે. પાનનો રસ આરોગ્ય માટે ઘણો જ હિતાવહ છે. પાનને પકવી અરિષ્ટ બનાવી પીવાથી તે ઘણા રોગોમાં ઉપયોગી બને છે. બીલી મધુર, હૃદ્ય, તૂરી, ગુરુ, રુચિકર, દીપક, ઉષ્ણ, ગ્રાહક, રૂક્ષ, કડવી, તીખી તથા પાચક છે. ““બિલ્વે ભરણાદૂ વાભેદનાદુ વા” એમ કહેવાયું છે. તેના આયુર્વેદિક ગુણો નીચે પ્રમાણે છે. * 1. પાંદડા વાટી આંખમાં આંજવાથી નેત્ર રોગ મટે છે. 2. પાન જળમાં પકવી બનાવેલ અરિષ્ટ પીવાથી તાવ મટે છે. 3. પાંદડાનો અર્ક બાળકોના ઝાડા-કફને મટાડે છે. 4. તેના ફલ પૌષ્ટિક, લોહી સુધારનાર અને કબજિયાત દૂર કરનાર છે. 5. છાલનો ક્વાથ હૃદયની ઘખઘખાટ બંધ કરે છે. 6. ફલનો ગર્ભ લોહી બગાડ મટાડે છે. 1. છાયા પ્રાણદાયી છે. તદુપરાંત નીચેના રોગોમાં ઉપયોગી છે. આંખો દુખવી, શૂળ ઉપર, અજીર્ણ, લોહીવિકાર, ઝાડા ઉલટી, તાવ, બાળકોને થતો આમ, ગુલ્મવાયુ, મુત્રકુચ્છ, ત્રિદોષ, કફ, પિત્ત, વાયુ, કૃમિ, અમ્લપિત્તથી થતી ગળામાં બળતરા, બહેરાપણું, આમ, સંગ્રહણી, ધાતુપુષ્ટિ, રક્તાતિસાર, મોટું આવવું, મરડામાં લોહી જવું, ગર્ભિણીની ઉલટી, સર્વપ્રકારની ઉલટી, વિષમજ્વર, ધાતુપતન, બાળકોની સંગ્રહણી, મેદરોગ, અંગની દુર્ગધ દૂર થવા, સોજો, મલબદ્ધતા, કમળો, વિષુમિકા. (આર્યભિષક) * આપુ આયુષ્ય જ્યોતિ, જ્ઞાન, અને આરોગ્યવર્ધક હોઈ (આર્યભિષક) ભરણાદું કહેવું છે. અને અજ્ઞાન, અંધકાર, અલક્ષ્મી તેમજ અનારોગ્ય નાશક હોઈ ભેદનાદું કહેવાયું છે. (નિરૂક્ત) ૯૧
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy