SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ પરાવલમ્બિત છે. જ્યારે એટલું બધું પરાવલમ્બિતપણું વનસ્પતિનું નથી. જળ, આકાશ વાયુ, પૃથ્વીના માધ્યમથી જ તેઓ અબાધિત પણે વિકસી ચૈતન્યતત્ત્વને પ્રકટ કરી શકે છે; એટલું જ નહીં પણ પોતાના ચૈતન્યતત્ત્વના વિકાસની આ પ્રક્રિયા દ્વારા સમસ્ત બ્રહ્માંડની જીવસૃષ્ટિને પોષક તત્ત્વોના પ્રજીવકોની ભેટ પણ તે આપી શકે છે. વૃક્ષો કે વનસ્પતિ દ્વારા આ મળતી ભેટ મનુષ્ય તેમજ પ્રાણીઓ માટે પ્રકૃતિનું એક મહત્તમ દાન છે. આ દાનની વ્યવસ્થા જો ન હોય તો પ્રાણીઓ કે મનુષ્યનું જીવન શૂન્ય ચૈતન્યમાં પણ પરિણમી શકે. આ એક ઈશ્વરીય યોજના છે. બીજું તો ઠીક પણ વનસ્પતિ સૃષ્ટિ સૂર્યની હાજરીમાં વાતાવરણમાંથી કાર્બનડાયોક્સાઇડ નામનો ઝેરી વાયુ શોષી લઈ અન્ય સજીવો માટે મહત્ત્વપૂર્ણ વાયુ પ્રાણશક્તિનું જે સર્જન કરે છે તે વિષ્ણુ (સૂર્ય) અને વૃક્ષોને જ આભારી છે. વિષ્ણુની આ યોજના મનુષ્ય અને પ્રાણીજગત માટે એટલી બધી ઉપકારક છે કે તેના ઉપકારનો બદલો કેવળ ઉપાસના-પ્રાર્થના સિવાય વાળી શકાય તેમ નથી. આ ઈશ્વરીય યોજનાને અનુરૂપ જીવન જીવવું એજ તેના ઉપકાર નો બદલો છે. સર્વ વૃક્ષોમાં પીંપળાના વૃક્ષમાં વિષ્ણુનું ચૈતન્ય તત્ત્વ સર્વાધિક માત્રામાં છે. તેના બીજમાં એવું સામર્થ્ય છે કે તે કોઈ પણ પ્રત્યક્ષ આધાર દેખાતો ન હોવા છતાં દીવાલોમાં, પત્થરોમાં, કે જ્યાં પાણી કે માટીનો સહયોગ નહિવત રહેલો છે ત્યાં પણ ઉગી શકે છે, વિકસી શકે છે અને પોતાના ચૈતન્ય તત્ત્વને વધુમાં વધુ માત્રાએ પ્રકટ કરી શકે છે. આવા નિ:સહાય સંજોગોમાં પણ પૂર્ણ યૌવન સાથે વિકસવાનું સામર્થ્ય તે કેવળ વાતાવરણમાંના વિષ્ણુ ચૈતન્ય તત્ત્વમાંથી પ્રાપ્ત કરી શકે છે. પીંપળાની આ પ્રાણશક્તિ વિષ્ણુ-સ્વરૂપનું ચૈતન્ય પ્રકટ કરે છે. માટે કહેવાયું છે કે પીંપળા ઉમાં વિષ્ણુનો વાસ છે. તેની છાલ, લાકડું, ફળ, પાન, રસ ડુંખો, મૂળ એ બધામાં પ્રાણશક્તિનો વિપુલ સંગ્રહ રહેલો છે જેના કારણે સર્વ વૃક્ષોના ગુણાનુરાગમાં આયુર્વેદે પણ આ વૃક્ષને પ્રાધાન્ય આપેલું છે. અનેક રોગોમાં તેના ઉપયોગની સાથે આ વૃક્ષને હૃદ્ય (રૂદય) માનેલું છે. હૃદ્ય એટલે રૂદયને બળ આપનાર, રૂદયની કાર્યશક્તિને અવરોધક પરિબળોનો નાશ કરનાર. રૂદયના ચૈતન્ય તત્ત્વને વિકસાવનાર. પીપળાના રોગનાશક ચમત્કાર આ વૃક્ષની છાયા શિતળ છે. હવામાંના દોષ શુદ્ધિકા૨ક છે. તદુપરાંત નીચેના રોગોમાં તેનાં મૂળ, છાલ, આંતરછાલ, ફળ, પાન, ડુંખો, રાખ, તેની વડવાઈઓ અને રસ તમામ રોગનાશક ઔષધ તરીકે ઉપયોગમાં લેવાય છે. રોગોના નામ : કફ, પિત્ત, દાહ, વ્રણ, શોષ, અરુચિ, રક્તવિકાર, વિષમજ્વર, યોનિશુદ્ધિકારક, હૃદ્ય, વિષ ઉતાર, હેડકી, દમ, ઉધરસ, ઉરુક્ષત, નાસા መሪ
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy