SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ भगवती श्रेय प्रयोगान्यिता । विष्णुः सांद्रमृदङ्गवादन पटुर्देवाः समंतात्स्थिताः सपते तमनु प्रदोषसमये देवं मृडानीपतिम् ॥५॥ मंघर्व यक्षपतगोरमसिद्धसाध्यविद्याधरामरवराप्सरसां गणाचा । येऽन्ये त्रिलोक निलयाः सहभूतवर्गाः प्राप्ते प्रदोष समये हरपार्श्वसंस्थाः ॥६॥ अतः प्रदोष समये शिव एक एव पूज्योऽथ नान्येहरिपअजाद्याः । तास्मिन्महेशे विधिनेज्यमाने सर्वे प्रसीदंति सुराधिनाथाः ॥७॥ हष ते तनयः पूर्वजन्मनि ब्राह्मणोत्तमः । प्रतिव्रहैर्वयोत्तिन्यै न दानाधैः सुकर्मामिः ॥८॥ अतो दारिद्रयमापन्नः पुत्रस्ते द्विजभामिनी । तद्दोष परिहारार्थं शरणं यातु शंकरम् ॥९॥ તિ શ્રીપુરાળ પ્રદોષપ્તોત્રાટ સંપૂણ્ | - વાત, પિત્ત અને કફ આ ધાતુઓની વિષમતા સર્જાયી જે દોષ ઉત્પન્ન થાય છે તે વ્યાધિ છે. દોષથી જ આ વ્યાધિઓ ઉત્પન્ન થાય છે. - “સમત્વ યોગ ઉચ્યત” ઘાતુઓનું સમત્વપણું એજ યોગ છે. વિષમતા રોગ છે. - ૬૩. ભોજન એક વત હિન્દુ જીવન-દર્શનમાં વ્રત-પાલન સંબંધે જે અનુષ્ઠાન બતાવેલાં છે તેમાં ભોજનનો વિષય પણ સંકલિત છે. અનેક પ્રકારની ટેક તથા નિયમ સાથે ભોજનને જોડી વ્રતો આચરાતાં હોય છે. વ્રતોનો આશય શરીર તથા મનને સંયમિત ઉપભોગના શિક્ષણથી સંસ્કારિત કરવાનો હોઈ તેમાં ભોજનનું મહત્ત્વ નકારી શકાય નહીં. કારણ ભોજન પણ ભોગનું એક મહત્ત્વપૂર્ણ અંગ છે. એક ટાણું, ઉપવાસ, નમકરહિત ભોજન, કેવળ દૂધ કે ફળો આધારિત પદ્ધતિનું ભોજન, ફરાળનો ઉપયોગ, આવી વિવિધ રીતે ભોજન લેવાનો ક્રમ અપનાવી માનસિક બદલાવ લાવી મનને ભોજનના વિશિષ્ટ સંગ-રંગથી મુક્ત રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવા પ્રયાસોથી અમુક વસ્તુ વિના નહીં ચાલે એવો મનનો પ્રતિસાદ અવશ્ય અંકુશમાં આવે છે. તે પણ સંયમનો જ એક ભાગ ગણાય. ભોજન સંબંધેની શરીરની જરૂરિયાત એવી તો નથી કે તે કોઈ ખાસ પદાર્થોના ઉપયોગ વિના સંતોષાય નહીં. મનને ખાસ પદાર્થો લેવાનો સંગ પણ જો લાગી જાય તો મન એવું ટેવાઈ જશે કે તે એક વ્યસનની માફક વળગી પડશે. શાસ્ત્ર મત પ્રમાણે વ્યસન મુક્તિનો જો વિચાર કરવામાં આવે (૮૦)
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy