SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ 2. દ્વિદલવ્રત : આસો સુદ બારસથી કારતક સુદ બારસ પર્યંત. ૩. નક્તવ્રત : શ્રાવણ સુદ એકમથી ભાદરવા સુદ એકમ સુધી. 4. દધિવ્રત : શ્રાવણ સુદ બારસથી ભાદરવા સુદ બારસ. 5. શાકવ્રત : અષાઢ સુદ એકાદશીથી શ્રાવણ સુદ બારસ. 6. અશ્વત્થ-મારુતિ-શનિપુજન : શ્રાવણ માસમાં પ્રત્યેક શનિવારે આ પુજનનો ક્રમ છે. 7. કોકિલાવ્રત : આષાઢ સુદ નવમીથી શ્રાવણ સુદ પુનમ. 8. સરસ્વતી-પુજનયોગ : આશ્વિન શુક્લ પક્ષમાં છઠથી આઠમ. 9. વટસાવિત્રી વટપૂજા : જ્યેષ્ઠ સુદ બારસથી પુનમ (સ્ત્રીઓ માટે) અખંડ સૌભાગ્ય રક્ષણ વ્રત. 10. મંગલાગૌરી વ્રત-પૂજા : શ્રાવણ માસમાં પ્રત્યેક મંગળવારે મંગળા નૈરિદેવીનું પુજન ર્યન. 11. કોજાગરી વ્રત : આસો સુદ શરદપુનમનું વ્રત છે. ઉપવાસ-એકટાણુંઇન્દ્ર- લક્ષ્મીજીનું પૂજન થાય છે. 12. સોમવાર વ્રત : શ્રાવણના પ્રથમ સોમવારથી વર્ષપર્યંત સોમવારે મહાદેવજીનું પૂજન-અર્ચન, એકટાણું ભોજન. કેવળ નૈવેદ્ય ભક્ષણ . રામનવ૨ાત્ર ચૈત્રમાસમાં 13. નવરાત્ર વ્રત : દેવિનવરાત્ર - નૃસિંહ નવરાત્ર : વૈશાખ માસમાં વિઠ્ઠલ નવરાત્ર : આષાઢ માસમાં - - કૃષ્ણ નવરાત્ર : શ્રાવણ માસમાં -ગણેશ નવરાત્ર : ભાદ્ર માસમાં - શારદીય નવરાત્ર : અશ્વિન માસમાં - વિઠ્ઠલ નવરાત્ર : કાર્તિક માસમાં ભૈરવ નવરાત્ર : માગસ૨ માસમાં દત્ત નવરાત્ર : માગસર માસમાં શાકંભરી નવરાત્ર : પોષ માસમાં અનેક પદ્ધતિઓ દ્વારા નવરાત્ર પુજન થાય છે. ઘટસ્થાપન-ષોડષોપચાર પુજન તેમજ કેવળ દીપ-પુજા કરીને પણ થાય છે. નૈવેદ્ય, ઉપવાસ, એકટાણું કે કોઈ પણ નિયમ રાખી પણ પુજા થાય છે. કોઈ પણ પ્રકારમાં પ્રતિદિન સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાનું ચૂકવું નહીં, પુજા શક્ય ન હોય ત્યાં દર્શન-સ્મરણ પણ નિત્ય નિયમથી રાખી શકાય છે. 14. સૌરવ્રત : માગસર સુદ છઠથી એક વર્ષ પર્યંત પ્રત્યેક રવિવારે આદિત્ય મંત્રજપ, એકટાણું ભોજન અને સુર્યને અર્ધ્ય દાનથી પુજા કરાય છે. ભોજનમાં દૂધભાત અને ઘી લેવું. (૪)
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy