SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ 6. વર્ય પદાર્થો ખાવા તે યોગ્ય છે પણ અવર્ય પદાર્થોનું ભક્ષણ નિષિદ્ધ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ પ્રાકૃતિક જાતિઓ પ્રકૃતિના સર્જનની ઈશ્વરીય વ્યવસ્થા છે. મનુષ્ય જ નહિ પ્રાણીમાત્રના સ્વભાવ વિગેરેનું સંવર્ધન તેના ખોરાકથી જ થાય છે. આપણે જોઈએ છે કે કેવળ વનસ્પતિના આહારવાળા પ્રાણીઓ વધુ હિંસક હોતા નથી પરંતુ પ્રાણીઓને મારી તેમનાં લોહી-માંસ વિ. પદાર્થોથી પોષણ મેળવતા જીવો હિંસક જ બનતા હોય છે. માંસાહારી જન-જાતિઓમાં હિંસક વ્યવહારનું પ્રમાણ સૌથી વધુ ટકા હોય છે. પક્ષીઓમાં પણ કેવળ અન્નના દાણા ઉપર નભતાં કબુતરો હિંસક નથી પરંતુ ચકલી-કાબર-કાગડા-ગીધ, વિ. પક્ષીઓ હિંસક સ્વભાવવાળાં છે. ઉપરની માનષિક જાતિઓ માટે કર્મ અનુસાર આ વર્ય, આ અવર્ય એવા ભોગ્ય પદાર્થોનું વિધિ-વિધાન શાસ્ત્રોથી નિર્માયેલું છે. શાસ્ત્ર અનુસાર આચરણ એજ ભોગ્ય પદાર્થો માટેનું ધર્માચરણ ગણાયેલું છે. ઈડા-માંસમાછલી જેવા પદાર્થોની બનાવટો પણ બળપ્રદ છે પરંતુ તે અવર્ય હોઈ તેની અવેજમાં અડદ, બદામ વિગેરે સંખ્યાપ્રદ વનસ્પતિઓ એટલી જ બળપ્રદ છે. ઈડા-માછલી અને વિવિધ પ્રાણીઓના અવયવો, રક્ત, માંસ વિગેરેમાંથી તૈયાર થતી દવાઓ અને ખાદ્ય ચીજોના સેવનથી તેમની સંકરતાના સ્વભાવો પણ મનુષ્ય સ્વભાવમાં જન્મે છે. પરિણામે મનુષ્ય જાતિમાં સંકરતા ઉત્પન્ન થાય છે. વર્ષો માટે જે વર્ણાશ્રમ ધર્મ વ્યવસ્થા છે તેમાં પણ ખોરાકના માધ્યમથી સ્વભાવોની જે વિચિત્રતાઓ સર્જાય છે તેને જ વર્ણ-સંકરતાના નામે ઓળખવામાં આવે છે. આચરણ અને ખોરાક બંનેની મિશ્ર વર્ણસંકરતાની અસરોથી જાતિ પોતાની વિશિષ્ટ ઓળખ ગુમાવી બેસે છે. વિશિષ્ટ ઓળખ ગુમાવવાથી જાતિની પ્રાધાન્યતા નાબુદ થઈ એક સમાન વ્યવહારવાળો સમૂહ અસ્તિત્વમાં આવે છે. બ્રાહ્મણ માત્ર જન્મથી જ બ્રાહ્મણ તરીકે ઓળખાય છે. વૈશ્ય વૈશ્યત્વ ગુમાવે છે. ક્ષત્રિય ક્ષત્રિયત્વથી છુટે છે. સેવા ભાવનાના ગુણ ઉપર ઓળખાતા શુદ્ર-માનવમાંથી સેવાભાવનાનો સદંતર લોપ થઈ જાય છે. શુદ્ર એ હલકાપણા માટેનો પરિચાપક શબ્દ કે જાતિવાચક શબ્દ નથી. બુદ્ધિનો વિકાસ મંદ હોય પરંતુ સેવાના ઉત્તમ ગુણથી જે ઉત્તમ વ્યક્તિત્વનું સર્જન કરે છે; ઉત્તમોની હરોળમાં આવે છે અને ઉત્તમ બનવાનો જે પુરુષાર્થી છે તે મુદ્ર છે. દરેક પ્રકારના ગુણોવાળા ઉત્તમ વ્યક્તિત્વથી ઉત્તમ સમાજ સર્જાય છે. વર્ણવ્યવસ્થામાં બુદ્ધિના ઉત્તમ ગુણથી સર્જાતા વ્યક્તિત્વને બ્રાહ્મણ કહેવામાં આવે છે. પૃથ્વીમાંથી અન્ન-પદાર્થોનું સર્જન કરી તેની ભેટ ધરનારને વૈશ્ય કહે છે. સમાજ માટે ઘડાયેલા શ્રેષ્ઠ આચાર-વિચાર કાનુનોને શાસનબળથી સંચાલિત કરનાર અને શૌર્યથી સમાજનું રક્ષણ કરનાર પરિબળને ક્ષત્રિય તરીકે ઓળખવામાં આવે છે. સેવા એજ પરમધર્મ જેનો છે તેવા મનુષ્યને ક્ષુદ્ર કહેવામાં આવે છે. બુદ્ધિ કે બળનું કાળજું ન હોય તેનાથી ક્ષુદ્રની મહાન સેવા-ભાવનાને નિમ્ન કોટીમાં મૂકી ન શકાય. એક ઓફિસમાં બધાજ સાહેબો હોય જે બુદ્ધિનાં કામો કરતા હોય પણ ૧
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy