SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ મેવા-મિષ્ઠાન્ન આરોગવાનું મન ન બનાવ્યું. અને અર્ધ રાત્રીએ ગામના છેવાડે રહેતા વિદુરના ઘરની ભાજી ખાઈ સંતોષ માન્યો. મનની સુંદરમાં સુંદર ટેવનું આ ઉદાહરણ છે. ઉત્તમ રાજનિતીજ્ઞ હોવા છતાં રથ હાંક્યો. બાળપણમાં ગાયો ચરાવી. કાલિય નાગ જેવાને પણ નાથ્યો. બંસીના સંગીતથી અનેકને મંત્રમુગ્ધ બનાવ્યા. અનેકવિધ લીલાઓનો વેષ ભજવ્યો. પૂર્ણ બને ત્યારેજ પૂર્ણ પુરુષોત્તમ ગણાય. પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે કૃષ્ણની જેમ જીવનમાં સુંદર ટેવો વિકસાવવાની આવશ્યકતા રહે છે. શબરી અજ્ઞાન અને અભણ હોવા છતાંય સેવાની શ્રેષ્ઠ ટેવને લઈ આ જગતમાં નામના કરી ગઈ. રામે પણ તેનાં એંઠા બોર પ્રેમથી ખાધા છે. સેવાની ટેવ એવી સુવાસ ઉત્પન્ન કરી શકે છે જે અજ્ઞાનમાં અજ્ઞાની હોય પણ રામ જેવા વ્યક્તિત્વને પણ આંજી શકે છે. કેવળ જ્ઞાનનું પ્રદર્શન માણસને તારતું નથી પણ સેવાના સત્કર્મોની ટેવો અબુધને પણ મહાન બનાવી શકે છે. રાવણે પણ સારાં કૃત્યોની ટેવને લઈને જ શંકરને પ્રસન્ન કરી વરદાન મેળવ્યાં હતાં પણ એજ રાવણની કુટેવોના કારણે રાવણે રાજ્ય અને સ્વયંના વિનાશનો અનુભવ પણ કર્યો હતો. સારી ટેવો જેમ ઉન્નત બનાવે છે તેમ કુટેવો મનુષ્યને પતનની ખાઈમાં ધકેલે છે તેનો ઇતિહાસ રાવણના દષ્ટાંતમાંથી મળી આવે છે. આલિંદીના પ્રસિદ્ધ પુરુષ જ્ઞાનદેવે માત્ર સોળ વર્ષની ઉંમરે જ ગીતા ઉપર ટીકા લખેલી છે. જે જ્ઞાનેશ્વરી ટીકાના નામે ઓળખાય છે. માત્ર સોળ વર્ષની ઉંમરે ગીતાની ટીકા લખવા જેવું જ્ઞાન જ્ઞાનદેવે કેવી ટેવોથી સંપાદન કર્યું હશે ? જ્ઞાન પ્રાપ્તિની અનુપમ ટેવ જ આમાં કારણભૂત છે. પૂર્વ જન્મના સંસ્કાર અને જ્ઞાનની લાલસાએ જ્ઞાનદેવના વ્યક્તિત્વનું સર્જન કરેલું છે. એક વિદ્યાર્થી પણ સોળ વર્ષની વયે જ્યારે ગ્રેજ્યુએટ બની શક્તો નથી; જ્ઞાનના વિષયની ટીકા લખવાનું સામર્થ્ય ગ્રેજ્યુએટ થયા બાદ પણ મેળવી શકતો નથી. તો વિના ડીગ્રીના અભ્યાસક્રમ સિવાય આ સામર્થ્ય જ્ઞાનદેવે જે મેળવ્યું છે તે બચપણમાંથી જ જ્ઞાન મેળવવાની ટેવને આભારી છે. આજે જે સ્થિતિ છે તેમાં સોળ વર્ષ સુધીનાં બાળકો મહત્વહીન નાની-નાની મામુલી વિષયોની રમતોમાં સમય વિતાવે છે. તે સ્થિતિને બરકરાર રાખી આગેકુચ કરવાથી જ્ઞાનદેવ કેવી રીતે ઉત્પન્ન થઈ શકે ? અત્યંત નાની ઉંમરના સનકુમાર અને શુકદેવ જેવા વ્યક્તિત્વ જે સંસ્કૃતિએ ભારતમાં સજ્ય છે તે ટેવોના માધ્યમથી જ ઘડાયેલાં છે. ફક્ત બત્રીસ વર્ષની નાની ઉંમરે જ્ઞાનના ક્ષેત્રમાં આદ્ય શંકરાચાર્યે જે દિગ્વિજય સર્જેલો છે તે જ્ઞાન પ્રાપ્તિની પ્રચંડ અભિલાષાની ટેવ સિવાય શક્ય કેવી રીતે બને ? મહાપુરુષ જન્મથી જ સર્જાતા નથી. જીવનની ટેવોમાંથી જ મહાપુરુષ સર્જાય છે. અંતમાં તુલસીના છોડનું એક ઉદાહરણ ચર્ચા આ વિષયને સમાપ્ત કરીએ. આ છોડ ઉગે છે, વિકસે છે અને અંતે નાશ પણ પામે છે. પણ નાશ પામતાં પહેલાં તે બીજ મૂકીને જાય છે. આ બીજમાં તુલસીનું સામર્થ્ય સચવાયેલું હોય છે. બીજ ૬૮
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy