SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસ્થલના આ આદિ માનવ દંપતિ મહર્ષિ કર્દમ અને દેવહૂતિને લાખલાખ સાષ્ટાંગ દંડવત પ્રણામ. પ૪. કપિલ - દેવહુતિ મોક્ષ-સંવાદ દેવહૂતિ : હે પ્રભો, વિષયોના ઉપભોગ દ્વારા પ્રાપ્ત આનંદ તો અનુભવ્યો છે. ઉપભોગથી આનંદ તો અવશ્ય મળે છે પણ પૂર્ણ સંતોષ અને તૃપ્તિ અનુભવાતી નથી. નિત્ય નવી-નવી વાસનાઓ જન્મે છે અને તૃપ્તિ માટે મન ભટકતું જ રહે છે. ઉપભોગના અતિરેકથી કાયા પણ ક્ષીણ બનતી જાય છે અને દેહ દૌર્બલ્ય પ્રાપ્ત થાય છે. ગમે તે અવસ્થામાં દેહ મૂકાયો હોય પણ વાસના નિર્મળ થતી નથી. તેને નિર્મળ કરવાનો ઉપાય શો ? કપિલ : વાસનાની તૃપ્તિ માટે જીવ જે-જે કર્મ કરે છે તેના ફળ ભોગવવા માટે જીવને સુખ-દુ:ખની છાયામાં ભટકવું જ પડે છે. જન્મ અને મરણનું બંધન કર્મ પ્રમાણે સુખ- દુ:ખો ભોગવવા માટે જ સર્જાયેલું છે. મનુષ્ય સિવાયના અન્ય દેહ કેવળ ફળ ભોગવવાને જ અધીન છે. અનેક સત્કર્મોના સંચયથી માનવ દેહ મળે છે. દેવયોગથી સત્સંગ મળે છે. સત્કર્મોના ફળથી જ સત્સંગમાં રુચિ જામે છે. રુચિથી જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. જિજ્ઞાસાની પ્રબળ શક્તિ વડે જ જીવ નિત્ય-અનિત્યનો વિવેક, વિષયોથી વૈરાગ્ય, સુખ-દુ:ખમાં સમત્વ, તેમજ મોક્ષ-જ્ઞાનના સાધનરૂપ આત્મસાક્ષાત્કારનો આનંદ અનુભવે છે. જેમ પ્રકાશ અંધકારને હટાવે છે તેમ વેદાન્તના વિષયો સંસાર સંબંધેના અજ્ઞાનના આવરણને ભેદવા એક ઔષધ સમાન છે. સંકલ્પોના શમન માટે યોગ્ય વિકલ્પોનું શસ્ત્ર જ કામયાબ બની શકે છે. દેવહૂતિ : હે ભગવાન, આપે જીવને વાસનાઓના જાળમાંથી મુક્ત કરવાનું સૂચન તો કર્યું પણ આ જીવ દેહ સાથે સંકળાયેલો છે. દેહ ઇન્દ્રિયો સાથે સંબંધિત છે. આ બંનેના સતત સંપર્ક વચ્ચે જીવ શંકરના તત્ત્વને કેવી રીતે સ્મરી શકે ? પ્રત્યક્ષના સંબંધથી વિખુસે પડી અપ્રત્યક્ષ સંબંધમાં જીવ જોડાઈ કઈ રીતે મુક્ત બની શકે ? કપિલ : જીવ દેહ સાથે રહે છે પણ દેહ સાથે તેને કોઈ સંબંધ નથી. દેહ પડ્યો રહે છે અને જીવ જતો રહે છે એ તો સૌના અનુભવની વાત છે. જેમ જેવા વાયુના આવરણથી ઠંડી કે ગરમીનો દેહ અનુભવ કરે છે. પણ હકીકતમાં તો વાયુનો ગુણ ઠંડો કે ગરમ કોઈપણ નથી. વાયુ ઠંડો કે ગરમ આવરણને કારણે બને છે. ગરમ હવામાનને લઈ વાયુ આપણને ગરમી આપે છે, એવી જ રીતે ઠંડા આવરણથી એજ વાયુ શિયાળામાં ઠંડીનો ચમકારો બતાવે છે. આ નિયમથી જ દેહમાં સ્થાન પામેલો હોવા છતાં જીવ વિચારોના આવરણને જ આધીન રહે છે. જેમ ભયના વિચારો શરીરને કંપાવી શકે છે તેમ શૌર્યના વિચારોથી જ ક્ષત-વિક્ષત દેહ યુદ્ધભૂમિમાં ઝઝૂમી શકે છે. સ્વાર્થના આવરણમાં ઘેરાયેલો જીવ પ્રત્યેક પળે સ્વાર્થપૂર્તિમાં જ ફર્યા | ૫૮
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy