SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ શક્તિઓ પ્રણામ કરનારના મનમાં પ્રવેશી જાય છે. બંને એક બીજાના સદભાવના સ્રોતથી સંસ્કારિત બની જાય છે. એક દિવસે માર્કંડેય ઉપસ્થિત સપ્તર્ષિઓને આ પ્રણામ કર્યા. માત્ર ચાર વર્ષના બાળકના આ સંસ્કારથી દંગ થઈ જઈ સપ્તર્ષિઓએ દિર્ધાયુષ્યના આર્શીવાદ આપ્યા. પાછળથી ધ્યાનમાં આવ્યું કે આ બાળકનું આયુષ્ય તો માત્ર પાંચ વર્ષનું છે. બાળકના આયુષ્યને બદલી તેને દિર્ધાયુષ્ય બનાવવા સત્પરૂષોને પણ કમર કસવી પડી. આપેલો આર્શીવાદ એળે ન જાય તે માટે આ સપ્તર્ષિઓએ બાળકનું આયુષ્ય વધે તેવા સર્વ પ્રકારના પ્રયાસો કર્યા. ત્યારથી એવી લોકોકિત બની છે કે ““તને માર્કડેયનું આયુષ્ય મળે.” માર્કન્ડેયના સદવ્યવહારની ટેવથી આવું અઘરું કામ પણ સફળ બન્યું. અનુભવોથી પણ જ્ઞાન મેળવાનો પુરૂષાર્થ કરવામાં આવે તો તે પુરૂષાર્થ લક્ષ્યસિદ્ધિમાં અસાધારણ સફળતા પ્રાપ્ત કરાવી શકે છે. દષ્ટાંતો નજર સામે જ છે. મહાકાવ્યોના રચયિતા વાલ્મિકી કે તુલસીદાસ કદી યુનિવર્સીટીઓમાં ડીગ્રી મેળવી સફળ બન્યા ન હતા. પુરૂષાર્થે જ તેમને સ્વાભાવિક રીતે પી.એચ.ડી. બનાવ્યા હતા. જ્ઞાન શાળા-મહાશાળાના કરતાં પુરૂષાર્થના ઉદ્યમથી જ વિકસી શકે છે. આ સાધનો તો કેવળ માધ્યમ એટલે વાતાવરણ પૂરું પાડે છે. તે ભૌતિક તત્ત્વો છે. ફક્ત ઉદ્યમ ચૈતન્ય તત્વ છે. અભિરુચિ તેમજ ઉદ્યમના સમન્વય વિના પણ શાળા-મહાશાળાની ડીગ્રીઓ આજે પ્રાપ્ત કરી શકાતી હશે પરંતુ સુયોગ્ય વ્યક્તિત્વનું સર્જન તો તદ્દન અશક્ય છે. * આ લેખકને સામાજિક તેમજ રાષ્ટ્રીય સ્તરની પ્રવૃત્તિઓનો બહોળો અનુભવ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક બન્યા પછી જે અનુભવિત જ્ઞાન તેમને મળેલું છે તેને લેખક પોતાનું અહોભાગ્ય સમજે છે. લેખક માને છે કે જે અનુભવોથી તેનો માનસિક વિકાસ થયો છે તે કદાચ મહાશાળાના માધ્યમથી પણ શક્ય ન બન્યો હોત. રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘની દૈનંદિન એક કલાકની શાખા તેમજ પ્રસંગોપાત થતા વિશેષ કાર્યક્રમો વ્યક્તિના ઘડતર માટે એક મહાશાળાનું વાતાવરણ જ પ્રદાન કરે છે. વ્યક્તિને પ્રાચીન સંસ્કૃતિના સંસ્કાર દ્વારા વિચાર અને ચિંતનની તાલીમ અહીં મળે છે. વિચાર તેમજ ચિંતનની દૈનંદિન તાલીમ વિના શ્રેષ્ઠ વ્યક્તિત્વનું સર્જન અસંભવિત છે. આ લેખક તેના જ લાભાર્થી છે અહીં સદ્ ચિંતનની સામગ્રી સાથે રાષ્ટ્ર-ભાવનાના સંસ્કારો પણ જાગૃત થાય છે. તેનાં ગીતો બોધપાઠ તેમજ વિચારોના ઘડતર માટે થતાં વ્યાખ્યાનો વ્યક્તિને એક અણમોલ શૈક્ષણિક સંસ્કારને અવસર પૂરો પાડે છે. એકવીસ વર્ષની પરણિત વયે પણ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ જમ્મુ-કાશ્મીરને રાષ્ટ્રીય મહાપ્રવાહથી અલગ પાડવાના ચાલી રહેલા ષડયંત્ર વિરુદ્ધ સત્યાગ્રહનું જે આષ્ઠાન કરેલું તેમાં ભાગ લેવા અહીંના કાર્યકરોની ટૂકડી સાથે લેખક ઉપડેલા. મારા સદભાગ્યે હું પણ આ ટૂકડીમાં સામેલ હતો. આ એક જ કાર્યક્રમ પણ અમારા
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy