SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ (વિભાગ-૨) પર. દડ્યાદેશ્ય સરસ્વતી નદી આ સાથેના રેખાચિત્રમાં કુરુક્ષેત્રથી પ્રભાસ પર્યત સરસ્વતી જળવહનનું પૌરાણિક આકલન પ્રસ્તુત છે. હિમાલયમાં સરસ્વતી’ એ રેખાચિત્રમાં સરસ્વતીના ઉત્પત્તિ સ્થાનથી હિમાલયમાં આવેલા અંતિમ તીર્થ રુદ્રકોટિ સુધીની સરસ્વતીનું રેખાદર્શન પ્રાપ્ત છે. આ રુદ્રકોટિ તીર્થથી ભૂમિમાં અંતર્ધાન થયેલ સરસ્વતી કુરુક્ષેત્રના સરોવરમાં પ્રસ્ફટિત થયેલી છે. કુરુક્ષેત્ર હાલના હરિયાણા રાજ્યમાં ઉત્તર-પૂર્વ દિશાએ આવેલું છે. સરસ્વતી સ્નાનાર્થે દેશભરના યાત્રાળુઓ માટે આ સ્થાન સુવિખ્યાત છે. અહીંથી અંતર્ધાન થઈ સરસ્વતી ગોપાયન પર્વત અને જયંતિ સરોવરમાં પ્રકટ થઈ પુષ્કરારણ્યના પુષ્કરિનું સરોવરમાં ઉપસ્થિત છે. પુષ્કર ક્ષેત્ર પણ સરસ્વતી સ્નાન માટે સુપ્રસિદ્ધ છે. પુષ્કરિનું શબ્દનો અર્થ જ સરોવર થાય છે. પુષ્કરારણ્યમાં નાનાં-મોટાં ઘણાં સરોવરો છે. પુષ્કરિન્ શબ્દને જ અનુલક્ષી આ અરણ્યને પુષ્કરાય નામ મળેલું છે. આ વિસ્તારનો સરેરાશ વરસાદ સો-દોઢસો મી.મી.થી વધુ નથી. કોઈ મહા નદી પણ તેમાં નથી. તેમ છતાંય પુષ્કરિનું અને અરણ્યનો વિકાસ ધરતીના ભૂગર્ભ જળસ્રોતો તરફ આંગળી ચીંધે છે. પ્રાકૃતિક સંપદાના આ અનવરત ચિત્રને ધ્યાનમાં લેતાં પુરાણ ગ્રંથકારોના એ મંતવ્યને માન આપવું જ પડે તેમ છે કે આ વિસ્તારમાં સરસ્વતી ભૂગર્ભમાં અંતર્ધાન સ્વરૂપે વહે છે. જળસંપત્તિ જ વનસ્પતિ સર્ગના અભ્યત્થાન માટે આધારભૂત પરિબળ છે. પછી તે જળ વર્ષા કે નદીઓ સ્વરૂપે મળે અથવા ભૂગર્ભ સંચાલિત જળપ્રવાહોના પ્રસ્તુરણ રૂપે પ્રકટ બને. રાજસ્થાનની સરસ્વતીના સંદર્ભમાં જે સંશોધન પ્રવૃત્તિયો ચાલે છે, તેના સ્પષ્ટ સંકેત આ વાતને પુષ્ટ કરે છે. પુષ્કરારણ્યમાંથી સરસ્વતી અર્બુદારણ્યમાં પ્રવેશે છે. અર્બુદારણ્યને સ્પર્શતો ભૂમિનો પટ્ટો અંબિકાવન નામે પ્રસિદ્ધ છે. અબુંદારણ્યના ભૂગર્ભ જળપ્રવાહોનો એક પ્રવાહ અંબિકાવનમાં એક પ્રવાહ રૂપે પ્રસ્તુરિત થઈ વહે છે. જે આગળ જતાં નદીનું સ્વરૂપ ધારણ કરે છે. પુરાણ વર્ણનો અનુસાર તો અબ્દારણ્યથી ગુજરાતની આ સરસ્વતીનો પ્રવાહ ભૂમિ સ્તર પર પ્રકટ વહેતા વિશાળ જળપ્રવાહરૂપે ધરતી માટે અમૃત સમાન તૃપ્તિદાયક હતો. આ માર્ગ પર શ્રીસ્થલ અર્થાત્ આજનું સિદ્ધપુર સરસ્વતી સ્નાન માટે સુપ્રસિદ્ધ પ્રાચીન તીર્થભૂમિ તરીકે દેશભરમાં વિખ્યાત છે. શ્રીસ્થળના માર્ગેથી પ્રકટ વહેતાં સરસ્વતીનાં જળ કચ્છ તરફ વળી સૌરાષ્ટ્રના માર્ગે ફંટાઈ પ્રભાસતીર્થમાં પ્રાચી સરસ્વતી તરીકે પ્રકટ થાય છે. સૌરાષ્ટ્રનું પ્રભાસતીર્થ પણ સરસ્વતી સ્નાન માહાભ્ય માટેનું એક અતિપ્રાચીન તીર્થક્ષેત્ર છે. પ૧
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy