SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ મનને વશ કરી ઇન્દ્રિયનિગ્રહ દ્વારા દસ-રથવાળા દેહ પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હતું. આ દસ-રથને વશ કર્યા વિના દેહ સુદઢ બની શકે નહીં. દેહ સુદઢ બન્યા વિના યુદ્ધમાં સેનાપતિ પદ પ્રાપ્ત કરી શકે નહીં. જૂના સમયના યુદ્ધ અને હાલના યુદ્ધમાં મોટો તફાવત છે. ક્યાં સૈનિકોની સાથે સંગ્રામ ભૂમિ પર લડતો અને દોરવણી આપતો પ્રાચીન સેનાપતિ કાર્તિકેય અને સુરક્ષાના કવચમાં રહેતો વર્તમાન સેનાપતિ એકાદશ ઈન્દ્રિયોને જે કબજે કરી કુમારગ્રહ તીર્થનું સેવન કરે છે તેને જ તીર્થનું ફળ મળે છે. બીજું એક ભલ્લી તીર્થ છે. જેમ જ્ઞાનથી અજ્ઞાન નાશ પામે છે તેમ આ તીર્થ સર્વ પાપો (મનની ખરાબ વાસના)ને બાળી ખાખ કરનારું છે. માતૃસ્થાન નામે એક સર્વોત્તમ તીર્થ છે. માતાને ઉદ્દેશી કરવામાં આવતાં તમામ શ્રાદ્ધ કર્મો પણ અહીં થાય છે. યાદવાસ્થલ નામે એક તીર્થ અહીં છે. આ તીર્થમાં યાદવોની ઉત્તમ ગતિ થયેલી છે. યાદવોના અપકારક તત્ત્વો અહીં જેમ નાશ પામેલાં છે તેમ મનના સર્વ દોષો આ તીર્થ સેવનથી નાશ પામે છે. સોમેશ્વર નામે સુપ્રસિદ્ધ તીર્થ અહીં છે. સાક્ષાત્ સ્વયં શંકર સોમનાથ નામે સ્વયંભૂ લિંગ સ્વરૂપે અહીં પ્રકટ છે. ઈતિહાસ અને પ્રાગૈતિહાસિક મહત્ત્વ ધરાવતું આ સ્થાન છે. ગાયત્સર્ગ નામે તીર્થ કૃષ્ણના દેહોત્સર્ગ માટે સુવિખ્યાત છે. અહીં દેહનો ત્યાગ કરી પૂર્ણ પુરૂષોત્તમ શ્રીકૃષ્ણ અંતરિક્ષમાં સીધાવ્યા હતા. દેવશયની તેમજ દેવ ઉઠી અગિયારસે આ તીર્થમાં ઉપવાસ અને જાગરણ કરવાથી જન્મબંધનથી મુક્ત થવાય છે. બ્રાહ્મણોને સહસ્ત્ર ગાયોનું દાન આપનારો, પંચાગ્નિની ધૂણીથી તપ કરનારો અને અહીં ફક્ત હરિદર્શનમાં રાચનારો બધા સમાન ફલના ભોક્તા ગણાયેલા છે પ્રભાસ ક્ષેત્રની સરસ્વતીમાં સ્નાન-દાન-ધર્મ કે તપ પ્રત્યેક કાર્ય શિવલોક તેમજ વૈકુંઠની પ્રાપ્તિ કરાવનાર છે. સોમેશ્વરને ભજનાર શિવલોક પ્રાપ્ત કરે છે અને પૂર્ણ પુરૂષોત્તમના સ્મરણવાળો વૈકુંઠ લોક પ્રાપ્ત કરે છે. પૃથ્વી પરના તીર્થોમાં પ્રભાસની ગણના એક સર્વોત્તમ તીર્થમાં થયેલી છે. અહીં સોમેશ્વર મહાદેવ અને વિષ્ણુનો વાસ છે. શ્રીસ્થલની જેમ મહાદેવ અને માધવની લીલાઓનું ક્ષેત્ર છે. અહીં પાંચ અલગ અલગ પ્રવાહો વાળી સરસ્વતીના સ્નાનના માહાભ્ય પણ અલગ અલગ છે. બ્રહ્મહત્યા અને જીવહત્યા જેવા પાપો સરસ્વતીના સ્નાનથી, અભક્ષા ભક્ષણનું પાપ કપિલાના સ્નાનથી, ચોરી અને નિદાનું પામ ચંકુના સ્નાનથી, પર સ્ત્રીગમનનું પાપ વજિણીના સ્નાનથી અને સંયોગ સંચિત પાપો હરિણીના સ્નાનથી તત્કાળ નાશ પામે છે. વૈશાખ માસમાં આ ક્ષેત્રમાં કરાયેલું સ્નાન અધિક ફલદાયક મનાયેલું છે. પ્રભાસ તીર્થની ઉત્પત્તિ અતિ પ્રાચીન છે. તેની ઉત્પત્તિ સંબંધનેનો એક પ્રાચીન ઈતિહાસ પ્રકાશમાં આવેલો છે. ઉત્તમ નામે એક વિખ્યાત રૂષિની અહીં તપોભૂમિ ૪૯
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy