SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાર્થના હે પરમાત્મા મને સમ્યજ્ઞાન આપો ! હે પરમાત્મા આજના જ્ઞાન આરાધનાના અવસરે બે હાથ જોડીને મસ્તક નમાવીને આપના ચરણમાં મારું આત્મસમર્પણ કરું છું. હે પરમાત્મ! આપ તો પરમજ્ઞાની છો એટલે જ સંગમ આપના દેહને પરિષહ આપે છતાંય આપ તો પ્રસન્ન જ છો. હું અજ્ઞાની, મને ખબર નથી મારી સાથે જેટલાં પણ અપકૃત્યો થાય છે, અપમાન થાય છે, મને પીડા મળે છે, દુઃખ આવે છે એ મારા જ કર્મોથી આવે છે. પરંતુ અજ્ઞાનતાને કારણે, મારી અણસમજણને કારણે હું વસ્તુ, વ્યક્તિ અને વાતાવરણને મારા દુઃખનું કારણ માનું છું. હે પરમાત્મ| મારા હૃદયમાં સમ્યફ જ્ઞાન પ્રગટાવો! હે પરમાત્મ! સંસારમાં હોઉં કે ધર્મક્ષેત્રમાં | હોઉં મારી અંદર સમ્યફજ્ઞાન પ્રગટ થાઓ! આજ સુધી અજ્ઞાનને કારણે આ સંસારથી આકર્ષાયો. અજ્ઞાનને કારણે આ સંસારમાં અનેક સંબંધો સર્યા. અજ્ઞાનના કારણે અનેકોની લાગણી, અનેકોનો પ્રેમ મેળવવા મેં પ્રયત્નો કર્યા પણ આજ સગરના સાંનિધ્ય, સજ્ઞાનના નિમિત્તે મને સમજાય છે, આ સંસાર અજ્ઞાનના કારણે છે. આ સંબંધો અજ્ઞાનના કારણે છે. આ સુખ અજ્ઞાનના કારણે છે અને એટલે જ હે પરમાત્મ! સમજવા છતાં પણ હું નાસમજ છું, જાણવા છતાં પણ હું અજાણ્યો બનું છું, | ખબર પડવા છતાં પણ હું બેખબર થાઉં છું અને અજ્ઞાનના કારણે જ હું દરરોજ કેટલાય લોકો પ્રત્યે ઠેષ કરૂં છું, અણગમો કરૂં છું. મારા સ્વજનો સાથે અપમાન વ્યવહાર કરું છું. હે પરમાત્મા! મને સમ્યફજ્ઞાન આપો! આ સંસારની કોઈ પણ પરિસ્થિતિને આ સંસારની કોઈ પણ સ્થિતિને હું જ્ઞાન ભાવથી, સમજ ભાવથી એ પરિસ્થિતિને ઓળખવાનો પ્રયત્ન કરૂં. હે પરમાત્મ! આ સંસારનું આકર્ષણ, આ સંસારની વ્યક્તિનું આકર્ષણ, આ સંસારના સંબંધોનું આકર્ષણ, આ સંસારના પદાર્થોનું આકર્ષણ મારા અજ્ઞાનને કારણે કે મારા અલ્પજ્ઞાનને કારણે છે. | હે પરમાત્મ! અપૂર્વ અવસર એવો ક્યારે આવશે જ્યારે મારું પૂર્ણ જ્ઞાન પ્રગટ થશે. તે પરમાત્મ! આજ તમારા ચરણે મારી એટલી જ વિનંતિ છે, ભલે આજ સુધી ક્રિયાત્મક ધર્મને આરાધતો રહ્યો હવે આપના શરણે જ્ઞાનભાવને પ્રગટ કરી આ સંસારના દરેક સંજોગોમાં મારી સમતા પ્રગટે એવી કૃપા વરસાવો. | હે પરમાત્મ! મને ચોક્કસ ખબર છે કે હું ગમે એટલો પુરુષાર્થ કરીશ, મારૂં જ્ઞાન પ્રગટ થતું નથી અને એટલે જ હે પરમાત્મન્ ! હે સિધ્ધપુરષ! આપનો યોગબળ, આપની પરમકૃપાથી સમયે સમયે મારા અંદરમાં જાગૃતિ રૂપે જ્ઞાનભાવ પ્રગટ થાઓ. આ સંસારના સંબંધો, આ સંસારના સુખો અને અનંતકાળના અનંત શરીરો અજ્ઞાનને કારણે ભોગવ્યા. તે પરમાત્મા મારી વિકાર અને વાસના અજ્ઞાનના કારણે, મારો લોભ અને મોહ અજ્ઞાનના કારણે, મારા રાગ અને દ્વેષ અજ્ઞાનના કારણે, મારી આસક્તિ અને ઈચ્છા અજ્ઞાનને કારણે. હે પરમાત્માન! આજ મને સગરની કૃપાથી આપની કૃપાથી એટલું જ્ઞાન પ્રગટ થયું છે કે હું અજ્ઞાની છું એટલે જ આકર્ષણમાં છું, એટલે જ અણગમો કરૂં છું, એટલે જ ઠેષ કરૂં એટલે જ સંબંધોમાં સમસ્યા સર્જી છું. | હે પરમાત્મા મને બીજું કાંઈ આવડે કે ન આવડે મને બીજી કાંઈ ખબર પડે કે ન પડે મને આજ એટલું સમજાય છે કે મારું અજ્ઞાન મારા સંસારનું કારણ છે. મારું અજ્ઞાન મારા શરીરનું કારણ છે. મારૂં અજ્ઞાન મારા સંબંધોનું કારણ છે અને મારું અજ્ઞાન જ મારા સુખ દુઃખનું કારણ છે. હે પરમાત્મા મારા પર એવી કૃપા વરસાવો, મારું અજ્ઞાન દૂર થાય, મારૂં જ્ઞાન પ્રગટ થાયી - યુગ દિવાકર પૂ. શ્રી નમ્રમુનિ મ.સા.
SR No.032026
Book TitleGyan Sadhna Ane Sarasvati Vandana
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2011
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy