SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ દરેક વસ્તુ ઉત્પન્ન થાય છે. થોડોક સમય ટકે છે અને અંતે નાશ પામી જાય છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય આ ત્રણેય સૃષ્ટિમાં ચાલ્યા જ કરે છે અને એના આધારે અગાધજ્ઞાનનો ક્ષયોપશમ પ્રાપ્ત કરી ચૂકેલા એ ગણધર ભગવંતોએ જ્ઞાનનો સ્તોત્ર વહેવડાવ્યો. પ્રભુએ માત્ર દિશા કહી કે વિશ્વમાં આ તત્ત્વ ચાલી રહ્યું છે, પછી તેનું ખેડાણ ગણધર ભગવંતોએ કર્યું, જ્ઞાનનું કાર્ય જ આ છે એ આપણને ચિંતનની નવી ક્ષિતિજો ખોલી આપે છે. આત્મસાધનાના માર્ગની નવી જ ક્ષિતિજો પ્રાપ્ત કરાવી આપે છે. બહારમાંથી અંદરમાં જવા માટે. જ્ઞાની સાચો એ જ કહેવાય છે જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત કરતો જાય તેમ તેમ જ્ઞાન પચાવતો જાય. બીજાનું જોઈ જોઈને માત્ર અનુકરણ દરેક ક્ષેત્રે એટલું વધી ગયું છે. કોઈ દિવસ આપણે શાંતિથી વિચારીને સમજવાનો પ્રયત્ન કરતા નથી કે હું શું કરું છું? શા માટે કરું છું? કેવી રીતે કરવું જોઈએ? આ પાછળ શું દૃષ્ટિ છે. આ કરીને મારે શું પામવાનું છે. આ વિચાર્યા વગર માત્ર અંધ અનુકરણ કરીએ છીએ. * આણે આમ કર્યું તેથી સારો દેખાય છે માટે આપણે પણ આમ કરો. આ આમ કરીને આગળ વધી ગયો માટે આપણે પણ આમ કરો. એ એની દષ્ટિએ એના સંસ્કારો એની પરિસ્થિતિએ કદાચ ઉચિત ભૂમિકાએ પણ હોય પણ, આપણી યોગ્યતા કે આપણા સંસ્કાર કદાચ ભિન્ન હોય અને આપણે જો માત્ર એનું અંધ અનુકરણ જ કરીએ તો તે આપણા માટે બરાબર ન પણ હોઈ શકે, મોટાભાગનો સમાજ કોપીસૂઝ જીવન જીવી રહ્યો છે. જ્ઞાન પંચમીની આરાધના કોઠાસૂઝ બનવા માટે કરવાની છે. અંદરમાંથી જ આપણને એક સમજ ખીલે, જ્ઞાનની સમજ પ્રાપ્ત થાય એકાંત દષ્ટિ છોડી અનેકાંત દષ્ટિના સ્વીકાર કરતા થઈ જઈએ એ જ જ્ઞાનસાધનાનું સાચું પરિણામ છે અને જ્યાં અનેકાંત દષ્ટિ આવશે ત્યાં ઘણાબધા સંઘર્ષો ઓછી થઈ થશે. જ્યાં [૨૪] ૨૪ જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
SR No.032026
Book TitleGyan Sadhna Ane Sarasvati Vandana
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2011
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy