________________
દિવાકરજીના ગુરુદેવ આચાર્ય વૃદ્ધવાદિસૂરિજીના જીવનમાં દેખાય છે.
વૃદ્ધવયે દીક્ષિત મુકુંદપ્રિય ગુરુભાઈઓના વચનથી ઉત્તેજિત થઈ ભરૂચના શકુનિકા વિહાર ચૈત્યમાં અનશન લઈને બેસી ગયાં ૨૧મા દિવસે સરસ્વતીનો વર મેળવ્યો. મહાન વાદી બન્યા ને શ્રી વૃદ્ધવાદિસૂરિના નામાથી વિખ્યાત થયા.
પૂ. આચાર્ય બપ્પભટ્ટિસૂરિ મ.પૂ.આ., હેમચંદ્રસૂરિ મ.ઉપા. યશોવિજયજી મ. શ્વેતાંબર જૈન પરંપરાના પ્રખ્યાત સિદ્ધ સારસ્વત મહર્ષિઓ છે. તો દિગંબર પરંપરામાં આ. મલ્લિષેણ પ્રખ્યાત છે.
આ. બપ્પભટ્ટિને મોઢેરાની પોશાળમાં, શ્રી હેમચંદ્રમુનિને અજાહરીમાં પૂ. યશોવિજયજીને ગંગાતટે સરસ્વતીનો વર મળ્યો. છેલ્લા શતકમાં શ્રી હિંમતવિમલજી તથા યોગીરાજ શાંતિસૂરીએ (આબુવાલા) અજાહરીમાં સરસ્વતી પ્રત્યક્ષ કર્યા હતાં.
આજે પણ અનેક સમુદાયોમાં સારસ્વતસાધના ચાલી રહી છે. કોક ભાગ્યશાળીએ માતાના દર્શન પણ પ્રાપ્ત કર્યા છે. બાકી ઘણા મુનિઓ આ સાધનાના પ્રભાવથી મહાવિદ્વાન કે પ્રભાવશાળી વક્તા બન્યા છે. કવિ શ્રેષ્ઠ બન્યા છે.
જૈનપરંપરામાં અજારી, શત્રુંજય ગિરિરાજની તળેટીમાં આવેલી સિદ્ધ સારસ્વતી ગુફા, કાશીનો ગંગાતટ, ભૃગુકચ્છનું મુનિસુવ્રત મંદિર આદિ સારસ્વત સાધનાના કેન્દ્ર રહ્યાં છે. આ સિવાય શ્વેતાંબર દિગંબર પરંપરાની પોશાળો અને પાઠશાળાઓ પણ સારસ્વત સાધનાના કેન્દ્ર રહ્યાં છે. જ્યાં ગુરુકૃપાથી સારસ્વત વર પામી મહાકવિ અમરચંદ્ર જેવા અસંખ્ય નામી - અનામી કવિ અને વિદ્વાન મુનિવરો થયા.
જૈનગૃહસ્થોમાં મહાકવિ ધનપાલ - મહાકવિ શ્રીપાળ, મંત્રી, વસ્તુપાળ, મંત્રીમંડન સારસ્વત પ્રસાદ પામી મહાકવિ બન્યાં હતાં.
વૈદિક પરંપરામાં કાશી-કાશ્મીરમાં આરાધના કરી સિદ્ધ સારસ્વત બનનાર મહાકવિ કાલિદાસ મહાકવિ હર્ષ, મહાકવિ દેવબોધિ (કલિકાલ
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
૧૮