SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ મુદ્રા કરવાના સામાન્ય નિયમો પાંચ તત્ત્વોના સંતુલનથી સ્વસ્થ રહેવાય છે. અંગૂઠાની ટોચ પર બીજી આંગળીની ટોચ મૂકવાથી તે આંગળીનું તત્ત્વ વધે છે અને આંગળીની ટોચ અંગૂઠાના મૂળ પર લગાવવાથી તે તત્ત્વ ઘટે છે. મુદ્રા દરેક સ્ત્રી - પુરુષ, બાળક - વૃદ્ધ, રોગી - નીરોગી કરી શકે છે. બંને હાથથી મુદ્રા કરવી જોઈએ. ડાબા હાથથી મુદ્રા કરવાથી જમણા ભાગને ફાયદો થાય અને જમણા હાથથી મુદ્રા કરવાથી ડાબા ભાગને ફાયદો થાય. મુદ્રા કરતી વખતે આંગળીઓનો અંગૂઠા સાથેનો સ્પર્શ સહજ હોવો જોઈએ. અંગૂઠાથી હલકુ સહજ દબાણ આપવું જોઈએ અને બાકીની આંગળી સીધી તથા એકબીજાને અડીને રહેવી જોઈએ. સીધી ન ૨હે તો આરામદાયક રીતે રાખવી જોઈએ. ધીરે ધીરે બિમારી મટવાથી આંગળી સીધી રહી મુદ્રા બરાબર રીતે થશે. મુદ્રાઓ ૪૮ મિનિટ આખા દિવસમાં થવી જોઈએ. નહિ તો ૧૫-૧૫ મિનિટ સવારે તથા સાંજે કરી શકાય. જમ્યા બાદ ૩૦ મિનિટ સુધી મુદ્રાઓ કરવી નહીં પણ આફરો કે ગેસની તકલીફ દૂર કરવા જમ્યા બાદ તરત ફક્ત એક જ વાયુમુદ્રા કરી શકાય. મુદ્રાઓ પદ્માસન, વજ્રાસન અને ધ્યાન દરમિયાન કરવાથી વધુ લાભ થાય. ન થઈ શકે તો કોઈ પણ આસનમાં કરી શકાય. ઉપાસના કે સાધના વધારવા જો મુદ્રાઓનો પ્રયોગ કરવો હોય તો મંત્ર - દિશા આસન તથા સમયનું ધ્યાન રાખવાથી વધુ લાભ થાય. - મુદ્રાઓથી જુદાં જુદાં તત્ત્વોમાં પરિવર્તન, વિઘટન, અભિવ્યક્તિ અને પ્રત્યાવર્તન થઈ તત્ત્વોનું સંતુલન થાય છે. જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના ૧૧૩
SR No.032026
Book TitleGyan Sadhna Ane Sarasvati Vandana
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2011
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy