SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ થયો અને પોતે અપહરણ વિદ્યા વડે કેરીઓ ચોરી જાય છે. એવી હકીકત જાહેર કરી. આ જાણીને શ્રેણિક રાજાને આશ્ચર્ય થયું અને શુદ્ર હરિજનને આ વિદ્યા પોતાને શીખવવાનો હુકમ કર્યો. - શ્રેણિક રાજા સિંહાસન ઉપર બીરાજમાન હતા અને હિરજન. નીચે દૂર બેઠો હતો. આ સ્થિતિમાં વિદ્યા શીખવવી શરૂ કરી, બે ત્રણ વાર હરિજને મહેનત કરી, પણ શ્રેણીક રાજા એ વિદ્યા સાચી શક્યા નહિ. આ જોઈને બુદ્ધિશાળી રાજપુત્ર અભયકુમારે વિનય સહિત કહ્યું, “પિતાજી, વિનય વિના વિદ્યા મળે નહિ.” આ સાંભળીને ચતુર રાજા ચેતી ગયા અને શૂદ્ર હરિજનને -ગુરુના સિંહાસન પર બેસાડી પોતે નીચે બેઠા, એટલે તરત જ રાજાને વિદ્યા સાધ્ય થઈ. આમ વિનય વિના વિદ્યા પ્રાપ્ત થતી નથી. – ગુણવંત બરવાળિયા ૯૮ જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
SR No.032026
Book TitleGyan Sadhna Ane Sarasvati Vandana
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2011
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy