SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ 18 પ્રભાટીકાકાર આચાર્ય શ્રીવિજયોદયસૂરિજી રચિત પદ્યાત્મક જૈનતર્કભાષાવિષયાનુક્રમણિકા કે જે પૂર્વમુદ્રણમાં ઘણી અશુદ્ધ છપાઈ હતી તેને યથાશક્ય શુદ્ધ કરીને મૂકવામાં આવી છે. આ સંપાદનમાં કેટલીક ઊણપ રહી હોવાનું સ્પષ્ટ ભાન અને અફસોસ છે જ. પણ તે માટે મારા પરિશ્રમનો અભાવ જેટલો જવાબદાર છે તેટલો સાધન, સમજણ અને સમયનો અભાવ પણ કારણ બન્યો છે. કૃતજ્ઞતાભિવ્યક્તિ જ્યારે કોઈક કાર્ય જોડે કોઈક વ્યક્તિનું નામ જોડાય છે ત્યારે વાસ્તવમાં તો તે વ્યક્તિ તે કાર્ય કરનારા ચોક્કસ સમૂહનું પ્રતિનિધિત્વ જ કરતી હોય છે. વ્યક્તિ એકલી પુણ્યની અધિકારી નથી જ હોતી. અને એ જ રીતે એવી ઘણી વ્યક્તિઓ છે કે જેઓના સહકાર વગર આ કાર્ય સંભવિત ન થયું હોત. આમાંથી કેટલીક વ્યક્તિઓનો અત્રે ઉલ્લેખ કરવો, માત્ર પ્રથાને અનુસરવા ખાતર નહીં, પણ હૃદયની કૃતજ્ઞતાને ન્યાય આપવા ખાતર પણ મને જરૂરી લાગે છે. પ્રથમ વંદન દાદાગુરુ પૂજ્યપાદ આચાર્ય શ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજીનાં ચરણોમાં કે જેઓના આશીર્વાદ આ કાર્યનું પ્રેરકબળ બન્યા. પૂજય ગુરુદેવ આચાર્ય શ્રી વિજયશીલચંદ્રસૂરીશ્વરજી મ. પ્રત્યે કૃતજ્ઞતા કયા શબ્દોમાં વ્યક્ત કરવી તે જ નહીં સમજાતાં માત્ર મૂક લાગણીને વહેવા દેવાનું ઉચિત લાગે છે. આ સમગ્ર કાર્ય તેઓશ્રીનું જ છે એમ કહું તો કશું ખોટું નથી. પૂજ્ય વડીલ ગુરુભાઈઓએ, ખાસ કરીને મુનિશ્રી કલ્યાણકીર્તિવિજયજીએ આ કાર્યને પોતાનું સમજીને ઘણી ઘણી સહાય પૂરી પાડી છે, તેઓનો પણ હાર્દિક આભાર. અંતે અષા ત્રિપથT Tલ્ફી, પુનાતુ મુવનત્રયમ્ II એ જ અભ્યર્થના. - મુનિ ગૈલોક્યમંડનવિજય આ ગ્રંથના પ્રાશનનો સંપૂર્ણ લાભ શ્રી વિશાનીમા જૈનસંઘે (ગોધરા-પંચમહાલ) જ્ઞાનદ્રવ્યમાંથી લઈને ઉત્તમ શ્રુતભક્તિ કરેલ છે.
SR No.032013
Book TitleJain Tark Bhasha
Original Sutra AuthorN/A
AuthorTrailokyamandanvijay
PublisherJain Granth Prakashan Samiti
Publication Year2009
Total Pages342
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy