SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ 12 તો વ્યક્તિની વિવેકબુદ્ધિ પર નિર્ભર છે. બધાં જ દર્શન શ્રેષ્ઠ એમ માનવું મધ્યસ્થતા નહીં, પણ મતિભ્રમ છે. દૂધ-દહીં બંનેને સફેદ હોવા માત્રથી સરખાં ગણવાં-એમાં બુદ્ધિમત્તા કેવી? માટે કયા અથવા કોના દર્શનને પ્રાધાન્ય આપવું તે નક્કી કરવું જરૂરી બને છે. આ કાર્ય મુશ્કેલ તો છે જ, પણ તે માટેના અમુક માપદંડ આપણે ઠરાવી લઈએ તો તે દ્વારા આ કાર્ય સરળ બની શકે. દા.ત. એક માપદંડ કંઈક આવો ઠરાવી શકાય. “જે વ્યક્તિએ રાગ-દ્વેષ-મોહ જેવા મૂળભૂત દુર્ગણોનો સર્વાંશે ક્ષય કર્યો હોય અને તેના ફળરૂપે શુદ્ધજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, તેવી વ્યક્તિનું દર્શન તે યથાર્થ દર્શન.” કારણ કે જ્યાં સુધી આ દુર્ગુણોનો ક્ષય નથી થયો ત્યાં સુધી જ્ઞાન કલંકિત રહે છે અને તેથી તે જ્ઞાનમાં સત્યની માત્રા પણ ઓછી હોય છે. આ માપદંડ જેમને વિના મતભેદે લાગુ પડી શકે તેવી વ્યક્તિઓમાં પ્રથમ ક્રમે “જિનવીતરાગ' નું નામ સાંભરે છે. અષાલીન શગૂન જયતીતિ ઝિન – એવો એમના નામનો વ્યુત્પત્યર્થ જ એમની નિષ્કલંક અવસ્થા સૂચવે છે. એમના દ્વારા પ્રરૂપિત “જૈન” દર્શન-અનેકાંતવાદ-એ વાસ્તવમાં અન્ય સર્વ દર્શનોને પોતાના પેટમાં સમાવનારું મહાદર્શન છે. અનેકાંતવાદની મહત્તા-સ્યાદ્વાદની સર્વોપરિતા એમાં જ છે કે જ્યારે અન્ય દર્શનો પોતાના જ દૃષ્ટિકોણને સાચો માની બીજાની વાતને ખોટી ઠેરવવા મથે છે, ત્યારે જૈનદર્શન એ દરેકને આપેક્ષિક કે આંશિક સત્ય તરીકે સ્વીકારી એમનો સમન્વય સાધી આપે છે. ઉદા. તરીકે આત્મા નિત્ય જ છે એમ નૈયાયિકો કહે છે અને આત્મા ક્ષણવિનાશી જ છે એમ બૌદ્ધો કહે છે. જૈનદર્શન બંનેની વાત આ રીતે સ્વીકારશે : દરેક વસ્તુ દ્રવ્ય રૂપે નિત્ય છે (જેમકે આત્મત્વરૂપે) અને તે દ્રવ્યસંબંધી પર્યાયરૂપે અનિત્ય છે (જેમ કે મનુષ્યત્વ-દેવત્વ રૂપે). સત્કાર્યવાદી સાંખ્યોને મૃત્તિકાકાળમાં ઘડાનું અસ્તિત્વ જ મંજૂર છે અને અસત્કાર્યવાદી તૈયાયિકોને નાસ્તિત્વ જ. જૈનદર્શન બંનેનો સુંદર સમન્વય સાધી આપશે કે ઘટો માટીની એક અવસ્થા જ છે, માટે મૃત્તિકાકાળે ઘટો માટી રૂપે (સ્વોપાદાનદ્રવ્યરૂપે) હતો અને ઘડારૂપે નહોતો. ટૂંકમાં દરેક વિધાન કઈ અપેક્ષાએ સાચું હોઈ શકે અને સાર્વકાલિક-સાર્વદેશિક મહાસત્ય ખરેખર શું હોય તે સમજાવવામાં જૈનદર્શન અનન્ય ફાળો આપે છે અને એ જ એની શ્રેષ્ઠતાનું સૂચક છે. જોકે વાસનામાત્રનો ક્ષય કરનારા જિનની પ્રામાણિકતા વિશે કે ક્યાંય અસ્પષ્ટતાઅસંગતિ-વિરોધ વિનાના વચનોના ઉદ્ગાતા જિનની સર્વજ્ઞતા વિશે સંદેહ ન જ હોય અને એટલે જ એમના દર્શનને આપણે શિરમોર ગણીએ તો તેમાં કશું અનુચિત પણ નથી, છતાંય દરેકને જિન પર શ્રદ્ધા હોય કે બધા જ એમના દર્શનને કેવળ શ્રદ્ધાથી જ સ્વીકારી લે, એ શક્ય નથી. સ્વયં શ્રીહરિભદ્રસૂરિજી જેવા મહાન જૈનાચાર્યો પણ શ્રદ્ધામાત્રથી જૈનદર્શનને સ્વીકારવાનો ઇન્કાર કરે છે. માટે આ દર્શનના સિદ્ધાંતોને તર્કની સરાણે ચઢાવવા જરૂરી બને છે અને મહામનીષી જૈનાચાર્યોએ જૈનદર્શનને તર્કની કસોટીએ બરાબર કર્યું જ છે. - જૈનશાસનમાં નૈયાયિક-વિદ્વાનોની એક ઉજ્જવળ પરંપરા સર્જાઈ છે. શ્વેતાંબર હોય કે દિગંબર-અનેકાંતવાદ તો બંનેનો માન્ય સિદ્ધાંત છે. બંનેની મૂળ તત્ત્વવિભાવનામાં પણ ઝાઝો તફાવત નથી. એટલે બંને વિભાગના બહુશ્રુત ભગવંતોએ જૈનન્યાયને અપરાજેય બનાવવા અથાક
SR No.032013
Book TitleJain Tark Bhasha
Original Sutra AuthorN/A
AuthorTrailokyamandanvijay
PublisherJain Granth Prakashan Samiti
Publication Year2009
Total Pages342
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy