________________
વળી પ્રભુ સ્તુતિ માટે જન નેણ પ્રકાશ સ્તવનાવાળીમાં મારી અપ મતિએ રચેલ સ્તવન, પદ તથા પૂર્વાચાર્ય કૃત સ્તવનાદિ દાખલ કરેલ છે.
મારા સાંભળવામાં છત્રીસ હજાર જૈન પ્રાસાદ આવેલ છે, પણ તે અર્ધા કયે કયે સ્થળે છે તે માલુમ પડ્યું નથી. મારા જાણવામાં જેટલું આવ્યું તેટલું આ પુસ્તકમાં દર્શાવ્યું છે. માટે સર્વ સંધ પ્રત્યે મારી નમ્ર વિનંતિ છે કે જે જે તીર્થો અને જે જે ગામ શહેરોમાં દેરાસરજી આમાં જણાવ્યા સિવાયનાં હેય તે તે ત્યાં જવા આવવાના સુગમ માર્ગ સહિત મને લખી મોકલવા કૃપા કરશે. તેમનો ઉપકાર માનવાની સાથે ત્રીજી આવૃત્તિમાં તે વધારે દાખલ કરી કત્યકૃત્ય માનીશ. - આ પુસ્તક લખતાં દરમ્યાન મને જે શા. પુજા રતનશીએ અથાગ મહાકરી છે, તેઓ શાહેબને ખરા અંતકરણથી ઉપકાર માનું છું. તેમજ જ જે જન બંધએ સુચનાઓ લખી મોકલી છે તે શાહેબને પણ ઉપકાર માનું છું. આ પુસ્તકમાં જે કાંઈ ન્યુનાહિક છપાયું હોય તે સર વાંચકેએ સુધારી વાંચવા વિનંતિ છે; અને તે મારું મિથ્યા દુકૃત થાઓ. કિંબ વિલિખનેન. તથાસ્તુ.
લાશ્રી સંધને સેવક, લખમશી નેણસી શવાણું
કછ-તેરાવાલા,
વિનંતી પત્ર, * શ્રી સંધ આ પુસ્તકનો ઉપયોગ કરનાર અને યાત્રીઓ પ્રત્યે મારી વિનંતી છે કે જે જે તીર્થોને વિશે આપ યાત્રા કરશે ત્યાં ત્યાં મારી–વતી દર્શન પુજા કરી લાભ આપશે, અને કોઈ રીતની આશાતના ન થાય તેમ આ પુસ્તક સંભાળી રાખશે, એવી આશા છે.
લ૦ ને વાણી