SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯.૩] સિદ્ધ ભગવાન ૩૬૯ પોતાને ખબર તો પડેને? ધારો કે મહાવીર ભગવાન અત્યારે સિદ્ધશિલામાં છે, તો એમને પોતાને ખબર પડે કે હું જોઉ-જાણું છું ? દાદાશ્રી: પોતે જ જુએ, પોતાનો અનુભવ પોતાને વર્તે. પોતાને જ સુખ નર્યું વર્તે. આ સ્વાભાવિક સુખ અંતરાયું છેપોતાને. નર્યું પાર વગરનું સુખ છે તે આ સંસારી ઈચ્છા હોવાથી બધું આવરણ આવી ગયું છે. તે ઈચ્છાઓ ઊડી ગઈ, શરીર ઊડી ગયું, એટલે પછી નિરંતર સ્વાભાવિક સુખમાં, પરમાનંદમાં જ રહે. પ્રશ્નકર્તા અને પોતે એ જીવ જાણે ખરો કે હું પરમાનંદમાં છું જ એ ? દાદાશ્રી: પોતે, પોતે જ થઈ ગયેલો હોય તે ઘડીએ. અત્યારે પોતે જાણનારો જ નિરંતર અને જરાક ભેદ છે એનું કારણ શું કે આવરણ છે એટલે. પછી તો આ આવરણ વગર, શરીર નહીં એટલે પછી રહ્યું કંઈ ? પોતે જ. પ્રશ્નકર્તા ઃ એટલે પોતે જાણે કે હું જોઈ રહ્યો છું આખા જગતને એ જાગૃતિ રહેને ? દાદાશ્રી : એ પોતે જ જાણે. પોતે જ, બીજો રહ્યો જ નહીં. પ્રશ્નકર્તા : મહાવીર સ્વામી સિદ્ધક્ષેત્રમાં વિચરતા રહે છે, તો શી રીતે? દાદાશ્રી : ના, એ રીતે કોઈ રહે નહીં. ત્યાં વિચરવાનું હોય નહીં. પગ-બગ કશું હોય નહીં, વિચરવાનું. વિચરવાની વસ્તુ જ નહીં ત્યાં સિદ્ધક્ષેત્રમાં. ચરવાનીય વસ્તુ નહીં ને વિચરવાનીયે નહીં અને આચરવાનુંય કશું નહીં. કશું જ ત્યાં નહીં. પ્રશ્નકર્તા : બુદ્ધિથી સમજવા જઈએ તો એ વસ્તુ સમજાય નહીં. એ તો એ ક્ષેત્રમાં હોય ત્યારે જ સમજાય. દાદાશ્રી : બુદ્ધિ પહોંચે નહીંને !
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy