SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯.૩] સિદ્ધ ભગવાન ૩૬૧ દાદાશ્રી: હા, બધી શક્તિ પણ મૂકે નહીં કોઈ દહાડોય. એની પાસે શક્તિનો પાર નહીં, અનંત શક્તિ. પણ કરવાનો સ્વભાવ જ નહીંને ! પ્રશ્નકર્તા: બાકીના બધાય તત્ત્વો દેખાય, બીજા તત્ત્વો ? દાદાશ્રી : બધાને જોઈ શકે. પ્રશ્નકર્તા: ઉપયોગ મૂકવાની શક્તિ હોય છતાં ઉપયોગ મૂકે નહીં અને જોયા કરે. એનામાં જોવાની શક્તિ છે, જાણવાની શક્તિ છે. દાદાશ્રી : બધી જાતની શક્તિઓ પણ સ્વભાવ જ નહીં, ને જેના સ્વભાવમાં કરવાનું જ રહ્યું નહીં પછી એને કાંઈ. એ સ્વભાવ ઊડી ગયો, ખલાસ થઈ ગયો. સિદ્ધગતિમાં ન કોઈ યો, ન જુએ બાજુનો આત્મા પ્રશ્નકર્તા: હવે ત્યાં એક આત્મા બીજા આત્માને જોતો નહીં હોય ? દાદાશ્રી : એ આ દુનિયા બધી જ જુએ છે. ચૌદેય લોકને જુએ છે ત્યાં રહ્યા રહ્યા. પ્રશ્નકર્તા: ચૌદેય લોકને જુએ છે ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા: તો ત્યાં બાજુમાં જે બીજા આત્મા હોય એ બાજુ ? દાદાશ્રી : કોઈ દેખાય જ નહીં ત્યાં. પ્રશ્નકર્તા ઃ એ જે જુએ ત્યારે શેયને જુએ છે ત્યાં આગળ એમ જ થયુંને? એ જે કંઈ જુએ એ બધા જોય જ ને ? દાદાશ્રી : શેય એમને દેખાયા જ કરે બધું આ. પ્રશ્નકર્તા: લોકની નીચેના જે શેયો છે તે એ લોકની ઉપર ગયા પછી પણ જોયા કરે ? દાદાશ્રી : એ જુએ, નહીં તો એ આત્મા જ ઊડી જાય. આ આત્માનો સ્વભાવ કેવો છે કે જ્યાં શેય હોય ત્યાં બધે જ પહોંચે.
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy