SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯.૩] સિદ્ધ ભગવાન છે ? એ ક્યાં આત્મા છે ? એમાં આત્મા નથી. એ તો જડ છે, પેલો તો આત્મા છે. અસ્તિત્વ જુદું છે એનું. ૩૫૫ દાદાશ્રી : પણ એને સ્વાભાવિક દેખાયને, સ્વભાવથી દેખાય. પ્રશ્નકર્તા : જેનું અસ્તિત્વ છે એ જ્ઞાતા જુએ છે કે આ આવું છે, આ આવું છે. એ જુએ તો એ... ! દાદાશ્રી : ચોર ચોરી કરે એના ઉપર એ દ્વેષ ના કરે અને કોઈ દાન આપતો હોય તેની ઉપર રાગ ના કરે. કોઈ કોઈને માર માર તો હોય, ખૂન કરી નાખતો હોય તેય જુએ. એમાં રાગ-દ્વેષ નહીં કશામાંય. પ્રશ્નકર્તા ઃ એમને વર્તમાનનું જ દેખાય છે. પછી કૃષ્ણ ભગવાન જોવા હોય તો ? દાદાશ્રી : ના, વર્તમાનનું. ભૂતકાળનું દેખાય નહીં. વર્તમાન સિવાય કશું જુએ નહીં. પ્રશ્નકર્તા : જે થઈ રહ્યું છે તે. દાદાશ્રી : એ જે થઈ રહ્યું છે તેટલું જ દેખાય. અમનેય વર્તમાનનું જ દેખાય, બીજી ભાંજગડ નહીં અને તમનેય એવું કહીએ છીએ કે ભઈ, તમે વર્તમાનમાં રહો. પ્રશ્નકર્તા ઃ એમને ઉપયોગ મૂકવાથી કંઈ જૂનું જોવું હોય તો જોઈ શકે ? દાદાશ્રી : ઉપયોગ મૂકી શકવાની શક્તિ જ નહીં. એની એ લાઈન જ નહીં. એમને કાંઈ એના સાસુ-સસરા જોડે ચિંતા છે તે ભાંજગડ કરે ? પ્રશ્નકર્તા : તે એ લોકો જોયા કરે તેમને દિષ્ટ ખરી ? દાદાશ્રી : આવી દૃષ્ટિ નહીં, આ તો થાક લાગે. પ્રશ્નકર્તા : તો એવી કઈ દિષ્ટ હોય એને ? દાદાશ્રી : જોવાનું જ નહીં એમને, દેખાયા જ કરે.
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy