SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ આપ્તવાણી-૧૪ (ભાગ-૫) પ્રશ્નકર્તા ઃ એ સિદ્ધક્ષેત્રમાં આપણે જઈએ તો ત્યાં એકલા બેસી જ રહેવાનું ને જોયા જ કરવાનું ? દાદાશ્રી : એવું તમારી ભાષાનું બેસી રહેવાનું નથી. ત્યાં ઊભા રહેવાનુંય નથી ને બેસી રહેવાનુંય નથી, ત્યાં આડા થઈ જવાનુંય નથી. ત્યાં નવી જ જાતનું છે ! પ્રશ્નકર્તા ઃ ખાલી જોયા જ કરવાનું છે ? દાદાશ્રી : હા, પણ એ કલ્પનાની વસ્તુ નથી. તમે કલ્પનાથી જોવા માગો છો, એવી વસ્તુ નથી એ. એ નિર્વિકલ્પ વસ્તુ છે. ન થાય એટેચ કોઈની જોડે સિદ્ધક્ષેત્રે પ્રશ્નકર્તા ઃ આપણે સિદ્ધક્ષેત્રમાંથી બધું જોઈએ, તો પછી ત્યાંથી આપણને કોઈની જોડે એટેચમેન્ટ ના થઈ જાય ? દાદાશ્રી : આત્મા થયો, ચોખ્ખો થયો પછી તો પરમાત્મા થયો. એટલે પછી એને એડ જ નહીં આ એટેચમેન્ટ કોઈની જોડે. એટેચમેન્ટ તો અજ્ઞાનતાને લઈને છે અને તે આ જે જડ વસ્તુને પોતે હું છું, હું કરું છું, માને છે તેથી જડ વસ્તુ ખેંચાય છે, નહીં તો ખેંચાય જ નહીંને ! પ્રશ્નકર્તા ઃ તો ત્યાં ગયા પછી એવું નહીં થાય આપણને ? દાદાશ્રી : પછી એવું નહીં હોય. ભગવાન થઈ ગયા ત્યાં તો, જે જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદી. એને આ દેહ હોય તો જ એટેચમેન્ટ-ડિટેચમેન્ટ થાય. જે દેહ નહીં ત્યાં આગળ તો, દેહથી છૂટા પડ્યા પછી આ દેહમાંય ના થાય. મૂળ તત્ત્વ છૂટા પડી જાયને, પછી ના હોય. પછી ત્યાં આગળ સર્વસ્વ આમ પરમજ્યોતિ સ્વરૂપમાં રહેવાના. કશેય જોઈએ નહીં. કશું અવલંબન જ નહીં, નિરાલંબ ! પોતાની જાતનું સુખ. પોતાના સુખથી જ જીવન જીવવાના. અનંત સુખ ! એ એક મિનિટ સુખ અહીંયા પડે તો આ જગત ખુશ થઈ જાય. રાગ-દ્વેષ ખલાસ કે ત રહે કોઈ રિલેટિવ સંબંધો પ્રશ્નકર્તા: ત્યાં પછી એવું બધું ખબર ના પડે કે આ મારા હસબન્ડ હતા, વાઈફ હતા ?
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy