SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯.૨] સિદ્ધક્ષેત્ર ૩૪૧ ગયા ? એક તો આત્માનો ઊર્ધ્વગામી સ્વભાવ અને એક બાજુ આ ધર્માસ્તિકાય એને હેલ્પ કરનારું. સ્વભાવને મદદ કરનારું ગતિસહાયક, તે ઠેઠ પહોંચાડી દે હડહડાટ. વિજ્ઞાન છે આ તો ! સિદ્ધક્ષેત્રે નથી વ્યક્તિભેદ, હું-તું પ્રશ્નકર્તા: સિદ્ધક્ષેત્રની અંદર આત્માઓ બધા ત્યાં જુદા જુદા રહેતા હોય, ત્યાં બધા જુદા જુદા હોય, તો એમને ત્યાં આગળ હું-તું હોય? દાદાશ્રી : ના, એવું નહીં. હું-તું કશું જ હોય નહીં, ફક્ત જ્ઞાતાદ્રષ્ટા. પ્રશ્નકર્તા : સિદ્ધક્ષેત્રમાં જે સિદ્ધાત્મા સિદ્ધ થઈને ગયા છે, એમને પછી “ઈન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિફાય (વ્યક્તિગત ઓળખાણ) કરી શકાય? દાદાશ્રી : ના, એવું “ઈન્ડિવિજ્યુઅલ” ના હોય. એમને તો પોતાનું અસ્તિત્વ, વસ્તુત્વ ને પૂર્ણત્વનું ભાન હોય કે હું છું', એટલું જ. ત્યાં તે છે' એવું કશુંય નહીં. “હું છું’ એટલા જ ભાનમાં દરેક રહે, સ્વતંત્ર ભાનમાં. બીજાની કશી વાત જ નહીં, ભાંજગડ જ નહીં. ત્યાં વ્યક્તિભેદ નથી. આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ ને સ્થિતિ, મોક્ષમાં પ્રશ્નકર્તા : મોક્ષમાં સિદ્ધ આત્માની શું સ્થિતિ થાય છે ? દાદાશ્રી : આત્માની સ્વતંત્ર સ્થિતિ થાય છે. કોઈ ઉપરી નહીં, અંડરહેન્ડ નહીં. કોઈની ડખલ નહીં, ડખો નહીં, કાંઈ નહીં. પરમાત્મસ્વરૂપ ! પ્રશ્નકર્તા એનું અસ્તિત્વ રહે છે ? દાદાશ્રી : અસ્તિત્વ એટલે સ્વતંત્ર અસ્તિત્વ. સ્વતંત્ર એટલે બીજા કોઈની ડખલ નહીં. આત્મા પોતે સ્વાભાવિક આનંદવાળો છે. જેમ પાણીનો સ્વાભાવિક નીચે જવાનો ગુણ છે વગર પ્રયત્ન, એવી રીતે આત્મા પોતાના સ્વભાવથી જ આનંદવાળો છે. એટલે બીજા કોઈની જરૂર જ નથી.
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy