SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ આપ્તવાણી-૧૪ (ભાગ-૫) દાદાશ્રી : કશું હોય નહીં, નહીં તો તો પછી એ મોક્ષ જ કહેવાય નહીંને ! બીજી વસ્તુનો આધાર હોય એને મોક્ષ કહેવાય જ નહીં. પ્રશ્નકર્તા: આત્માનું અસ્તિત્વ તો ખરુંને, દાદા ? તો ત્યાં કેવું હશે મોક્ષમાં ? દાદાશ્રી : અસ્તિત્વ તો છે, વસ્તુત્વ છે તે પૂર્ણત્વય છે. પણ એ આકાશ રોકે નહીં. પ્રકાશ તો આકાશને રોકે નહીંને ! પ્રશ્નકર્તા ઃ તો કેવળજ્ઞાન કરતા પણ આત્મા સૂક્ષ્મ ? દાદાશ્રી : ના, કેવળજ્ઞાન એ જ આત્મા. પ્રશ્નકર્તા: તો કેવળજ્ઞાનમાં એ પરમાણુ ખરા કે કંઈ નહીં ? દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા: તો શું કેવળજ્ઞાન એ પ્રકાશ જ ? દાદાશ્રી : સૂક્ષ્મતમ વસ્તુ એ પરમ જ્યોતિ. પ્રશ્નકર્તા: બરાબર, પરમ જ્યોતિ. દાદા, થોડું સમજવા માટે પૂછયું, થોડોક ખ્યાલ આવે છે. છે અને થયા કરશે અનંતકાળ સુધી અનંતા સિદ્ધો પ્રશ્નકર્તા : સિદ્ધો કેટલા ? સિદ્ધગણ કેટલા ? સિદ્ધોની સંખ્યા કેટલી ? દાદાશ્રી અનંતા છે, એ અસંખ્યાત નથી, સંખ્યાત નથી. ગણી ના શકાય એવા અનંત છે. એક ફક્ત ગણી શકાય એવા હોય તો આ વ્યવહારમાં મનુષ્યો છે. - આ મનુષ્યોમાંથી ધીમે ધીમે, ધીમે ધીમે, ધીમે ધીમે સિદ્ધ થવાનું છે. તે કો'ક આખી દુનિયામાં એકાદ-બે સિદ્ધ થાય. (ઉપોદ્ધાતમાં વાંચો) વળી પાછા થોડા વખત પછી એકાદ-બે થાય, એવી રીતે હોય પણ સિદ્ધ એવું સહેલું નથી પદ એમ.
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy