SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮] મોક્ષ દાદાશ્રી : એ મોક્ષ જ કહેવાય નહીંને ! મોક્ષ એટલે સ્ટેન્ડ સ્ટિલ. નહીં તો મોક્ષ જ ના કહેવાય ને ! એ તો ગામ આવે નહીં ને દહાડો વળે જ નહીં. ૨૯૭ પ્રશ્નકર્તા : દાદા, એટલે એ દાદા પેલું જે દૈવી શરીરોના એના જે એમાંથી જે વિકાસશીલ વસ્તુઓ, શરીરો જેમ વિકસતા જાયે, એટલે એણે કદાચ એના પરથી માની લીધું હશે કે એને મોક્ષ કહેવાય. દાદાશ્રી : એનો અર્થ નહીંને ! મીનિંગલેસ વાત છે એ. પુસ્તકમાં લખ્યું છે ખરું ? મીનિંગલેસ વાત નાના છોકરાંય ના લખે. અસ્તિત્વ સ્વતંત્ર, સ્વભાવે એક મોક્ષમાં પ્રશ્નકર્તા ઃ દરેકનું ચેતન તત્ત્વ જે છે તે મોક્ષે જાય, પછી એ ત્યાં આગળ જુદું રહે છે કે એક થઈ જાય છે ? દાદાશ્રી : જુદું રહે છે. પ્રશ્નકર્તા : મોક્ષ વખતે જ્યારે દેહોત્સર્ગ થાય ત્યારે એ ચેતન જે જતું રહે છે, એનું પછી એકીકરણ ના થઈ જાય ? એનું અલગ અસ્તિત્વ કેવી રીતે રહી શકે ? દાદાશ્રી : આ જગતમાં બધું અલગ છે. અહીં અલગતા લાગે છે ને, તેવી ત્યાંય અલગતા છે. ત્યાં અલગ એટલે સ્વભાવે કરીને બધું એક જ લાગે, પણ અસ્તિત્વથી તો અલગ છે. પોતાનું સુખ અનુભવવા માટે પોતે અલગ છે. સ્વભાવથી એક છીએ, પણ આ તો ભેદબુદ્ધિથી જુદાઈ લાગે છે. આપણી જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી આ ડખો રહે. બુદ્ધિ ખલાસ થાય કે પછી અભેદતા લાગે. બુદ્ધિ શું કરે ? ભેદ પાડે. એટલે બુદ્ધિ ગયા પછી આ વાત સમજી જાય એવું છે. આપ કહો છો એવું ઉપર એકીકરણ થઈ જવાનું હોત તો કોઈ મોક્ષે જાય જ નહીંને ! જો એમ જ થવાનું હોય, એક દીવો જ થઈ
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy