SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪] અરીસા જેવું સ્વરૂપ કાર્ય સહજ હોવું જોઈએ. જોવાનું એને કરવું પડે છે, જ્ઞાતા-દ્રષ્ટા રહેવું પડે છે એટલે એનેય પણ જાણનારો છે ઉપર. એ પછી મેનેજર થયો પાછો. એનો ઉપરી પાછો રહ્યો. છેલ્લા ઉપરીને જોવું પડે નહીં, સહજ દેખાયા જ કરે. ૨૪૧ પ્રશ્નકર્તા : એટલે આ જ્ઞાતા-દ્રષ્ટા જોવું પડે છે એ કોણ અને એને પણ જે જુએ છે તે કોણ ? દાદાશ્રી : મૂળ છે તે એને પણ જુએ છે તે મૂળ. આ જોવું પડે છે તે વચલો, ઉપયોગ. એટલે એને પણ જાણનારો છેક છેલ્લી દશામાં. આ આપણે આમ બેઠા અને અરીસો પેણે મૂક્યો તો આપણે બધા અરીસામાં દેખાઈએને તરત ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એને કંઈ જોવું પડે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : એવું આત્મામાં ઝળકે, આખું જગત મહીં ઝળકે. પ્રશ્નકર્તા ઃ એ ‘વચલો' કોણ, દાદા ? દાદાશ્રી : ઉપયોગ. પ્રશ્નકર્તા ઃ એ ઉપયોગ પણ કોનો ઉપયોગ ? દાદાશ્રી : એ પેલી ‘પ્રજ્ઞા’નો. પ્રજ્ઞાના ઉપયોગમાં આવી ગયો એટલે બહુ થઈ ગયું. એથી આગળ આપણે કોઈને બહુ જરૂર નથી, ત્યાં સુધી આપણી કૉલેજ ! પ્રશ્નકર્તા : એટલે કેવળજ્ઞાનથી જે દેખાય, એને અરીસા સાથે સરખાવી શકાય ? દાદાશ્રી : હા, કેવળજ્ઞાનમાં અંદર જુએ છે બધું. અંદર ઝળકે છે બધું પોતાના જ્ઞાનમાં, જેમ અરીસામાં ઝળકેને બધું. આ જેટલું બેઠેલું હોય એ બધુંય પેલામાં ઝળકે. આ બધા બહાર બેઠેલા છે તે. પણ એ અરીસો
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy