SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૩] આકાશ જેવું સ્વરૂપ ૨૩૩ જેવું તમે ના કહેશો. નહીં તો તમે આકાશસ્વરૂપ થઈ જશો. આકાશ જડ અજીવ-અચેતન છે. દરેક ચીજમાં આકાશ હોય, તેથી આત્મા મહીંથી નીકળી જાય પ્રશ્નકર્તા: આત્મામાં આકાશ હોય કે નહીં ? દાદાશ્રી : ના, આત્મામાં આકાશ ના હોય. આકાશ જેવો એટલે બધે પ્રસરી જાય એવો છે. બધાની આરપાર જતો રહે એવો છે, કારણ કે સૂક્ષ્મતમ છે. આ ભીંતની આરપાર જ નહીં, પણ આ પાવાગઢનો આખો ડુંગર છે ને, એ ડુંગરમાં થઈને આરપાર જતો રહે. હવે તમારી બુદ્ધિમાં શી રીતે મપાય ? મોટો પર્વત હોય તેની આરપાર રહીને આત્મા ચાલ્યો જાય, પણ એને કંઈ ફરીને ન જવું પડે. એ તો અવકાશ જ ખોળે, મહીં અવકાશ છે કે નહીં ? અવકાશ જ ના હોય તો આત્મા ત્યાં ના જાય. જ્યાં આકાશ છે ત્યાં રહીને આત્મા જતો રહે. એવી કોઈ ચીજ નથી કે જેની અંદર આકાશ ના હોય, પણ વધતા-ઓછા પ્રમાણમાં હોય. દરેક ચીજ હોય તેની મહીં આકાશતત્ત્વ હોય જ. અને આકાશતત્ત્વ એ પોલું હોય એટલે તે પોલામાં રહીને મહીં આત્મતત્ત્વ નીકળી જાય. પથરો હોય તેની આરપાર, લોખંડ હોય તેની આરપાર, ચાલ્યો જાય, પગલા આકાશ સહિત, આત્મા આકાશ રહિત આ પુદ્ગલમાં આકાશ છે એવું તમે જાણો ? પ્રશ્નકર્તા: હા, થોડું હશે ખરું. આકાશ હોય થોડું. દાદાશ્રી : આકાશ તો પુદ્ગલ માત્રમાં હોય. પુદ્ગલના સ્કંધમાંયે આકાશ હોય. આકાશ વગર તો જગ્યા જ ના હોય. આ નખમાંયે આકાશ, આ વાળમાંયે આકાશ. આકાશ ના હોય તો કપાય નહીં. આકાશતત્ત્વ દરેક જગ્યાએ રહેલું છે. આ શરીરમાંય છે ને હીરામાંય
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy