SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૩] આકાશ જેવું સ્વરૂપ આત્મા, આકાશ જેવો સૂક્ષ્મતમ પ્રશ્નકર્તા: જ્ઞાનવિધિમાં આવે છે કે મન-વચન-કાયા સ્થૂળ સ્વરૂપી છે, હું આકાશ જેવો સૂક્ષ્મ સ્વરૂપી છું. આકાશ જેવો સૂક્ષ્મ છું, તો એ આકાશ જેવો સૂક્ષ્મ એટલે કેવો ? આકાશ તો એટલું બધું સૂક્ષ્મ છે ! આકાશ શું છે, સૂક્ષ્મ શું છે એ સમજાવો. દાદાશ્રી : તે આકાશ જોયેલું ખરું? પ્રશ્નકર્તા : આકાશ તો વિશાળ છે. દાદાશ્રી : હા, વિશાળ છે પણ થોડો ભાગ કેવો છે ? પ્રશ્નકર્તા : એનો આકાર દેખાડાય એવો નથી. દાદાશ્રી : હં, આય એવું છે. આ આકાશ આપણને દેખાતું નથી. પ્રશ્નકર્તા તો આ અમને સફેદ દેખાય છે એ તો મોટું છે, આકાશ તો ! દાદાશ્રી : હોય એ આકાશ. એ તો આપણા લોકો આને કહે આકાશ. આકાશ એટલે અવકાશ, એટલે અવકાશ દેખાય નહીં હંમેશાં. પ્રશ્નકર્તા દેખાય જ નહીં એટલું સૂક્ષ્મ છે ?
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy