SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨.૧] અલખ નિરંજન ૨ ૨૫ ત્યારે એ પદમાંથી બહાર નીકળી તરત નિકાલ કરે. કોઈ જોડે વાતચીત કરીએ ત્યારે થોડીવાર લક્ષય જતું રહે. પ્રશ્નકર્તાઃ લક્ષ તો જતું રહે, પાછું એકદમ ખ્યાલ આવે. દાદાશ્રી : વાત પૂરી થઈ ગઈ એટલે લક્ષ પાછું આવીને ઊભું રહે. ને તે પાછો પછી અનુભવપદમાં બેસે. પછી ઊતરીને લક્ષપદમાં રહે. પણ પ્રતીતિ તો જાય જ નહીં. નિરંતર પ્રતીતિ રહે. કોઈ વખત લક્ષય રહે અને કોઈ વખત અનુભવેય રહે. અનુભવ-લક્ષ ને પ્રતીતિ આ ત્રણ સ્ટેપમાંથી ચોથે પગથિયે ઊતરે નહીં. પોતાના સ્વરૂપનું લક્ષ થયું તે અલખ નિરંજનનું લક્ષ અને તે જ દર્શન. પોતાને રિયલનું રિયલાઈઝ થાય ત્યારે મરજિયાત થાય, નહીં તો બધું જ ફરજિયાત છે. લક્ષ એ અસ્પષ્ટ અનુભવ અલખ નિરંજનનું લક્ષ બેસી ગયું તે આત્માનો પહેલો અનુભવ. ઊંઘી ગયો ને જાગે ત્યારે લક્ષ હાજર હોય, એ જ આત્માનો પહેલો અનુભવ અને કઢાપો-અજંપો ના થાય એટલે ભગવાન થયો. - શુદ્ધાત્મા અલખ નિરંજન છે, એ લક્ષમાં ક્યારેય ના આવે. એની વાઈફને ‘બા' કહે તોયે લક્ષમાં ના આવે. ક્યારેય લક્ષમાં ના આવે એવું જોખમવાળું છે ને લક્ષમાં આવે તો બીજા બધાથી છૂટી જાય. કારણ કે બધી તૃપ્તિ શુદ્ધાત્મામાં છે. એટલે બધેથી લક્ષ ઊઠીને અલખમાં થઈ જાય. સર્વ પ્રકારની તૃપ્તિ શુદ્ધાત્મામાં છે એવું અમે જોયેલું છે, અનુભવેલું છે. પણ આપણે જોવાનું કે ક્યાં તૃપ્તિ નથી, ક્યાં લક્ષ ચોંટેલું છે હજુ. જોયું કે ત્યાંથી લક્ષ છૂટીને અલક્ષ થઈ જાય અને સંપૂર્ણ લક્ષાકાર થઈ જાય તો અનુભવ થઈ ગયો. જે લક્ષ બેઠું છે એ તો અનુભવ છે જ પણ સંપૂર્ણ લક્ષાકાર થાય એ જ અનુભવ. પ્રશ્નકર્તા ઃ લક્ષ અને અનુભવમાં ફેર ?
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy