SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ [૯] અમૂર્ત-અરૂપી [૯.૧] અમૂર્ત ઈન્દ્રિયોથી નહીં, દિવ્યચક્ષુથી દેખાય અમૂર્ત પ્રશ્નકર્તા: આત્માને જોઈ શકાય ? દાદાશ્રી : દિવ્યચક્ષુથી દેખાય. ચામડાની આંખથી મૂર્તિ દેખાય અને દિવ્યચક્ષુથી મૂળ આત્મા દેખાય. દિવ્યચક્ષુ હોય તો અમૂર્તના દર્શન થાય. આત્મા અમૂર્ત છે એટલા માટે એ ઈન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય નથી. એ અમૂર્ત છે માટે ગ્રાહ્ય થઈ શકે એમ નથી. છતાં અમૂર્ત પદાર્થો જે છે, એ બધા નિત્ય છે, કાયમી હોય છે, સનાતન હોય છે. છ સનાતન તત્ત્વમાં અમૂર્ત તત્ત્વ પાંચ છે અને છઠું આ પુદ્ગલ એકલું જ મૂર્ત છે. પ્રશ્નકર્તા: “અમૂર્ત છું એનો અર્થ શું ? દાદાશ્રી : અમૂર્ત એટલે હું મૂર્તસ્વરૂપ નથી. ઈન્દ્રિયોથી અનુભવમાં આવે એવો નથી. આ મૂર્ત એટલે આંખે દેખાય. અમૂર્ત એટલે અરૂપી છે.
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy