SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ આપ્તવાણી-૧૪ (ભાગ-૧) છે કે હું છું આ. એવું જ જાણે છે, એવું અનુભવે છે અણસમજણથી અને તેથી આ સંસાર ઊભો રહ્યો છે. પ્રશ્નકર્તા : પણ દાદા, મૂળમાં આવું કેવી રીતે થઈ ગયું ? દાદાશ્રી : આત્મા વ્યવહારમાં આવ્યો છે, તે જગત તેના પ્રકાશમાં ઝળકે છે. ખરી રીતે આત્માના પ્રકાશમાં આખું જગત ઝળકે છે. અજ્ઞાનતાથી “પોતે કહે છે કે આ શું છે ? એટલે પોતે દ્રષ્ટા હતો, તે દશ્ય થઈ ગયો ! આત્માની બાબતમાં ‘આ’ સમજાવું એ બહુ મોટી વસ્તુ છે ને “જ્ઞાની’ વગર સમજાય તેમ નથી, પણ તે નિમિત્તનું ઠેકાણું પડે તેમ જ નથી. આખું જગત તેથી મૂંઝાયું છે. જ્યાં સુધી પોતે આત્મા થાય નહીં ત્યાં સુધી પર પ્રકાશક હોય. પોતાની વસ્તુઓને આ જુએ નહીં. સ્વને ના જોઈ શકે, એ પરને જુએ. બહારની વસ્તુઓને, દૃશ્યને, શેયને બેઉને જુએ ને જાણે. પોતે દ્રષ્ટાને, જ્ઞાતાને ના જાણે. બુદ્ધિ એ પર પ્રકાશ, ખસે તો રહે વીતરણ સ્વ પ્રકાશ જ્ઞાન પછી સ્વ-પર પ્રકાશક થાય, પોતે પોતાને પ્રકાશ ધરે અને બીજાનેય પ્રકાશ ધરે. પછી ક્રોધ-માન-માયા-લોભ હોય નહીં. મતભેદ હોય નહીં, નબળાઈ હોય નહીં, દેહાધ્યાસ હોય નહીં, વીતરાગભાવ હોય. પ્રશ્નકર્તા : આ કાળમાં વીતરાગભાવ કેળવવો એ તો બહુ મોટી વાત છે. દાદાશ્રી : વીતરાગભાવ શી રીતે આવે છે ? વીતરાગભાવ એટલે પ્રકાશભાવ, સ્વપ્રકાશભાવ. સ્વપ્રકાશભાવ એટલે બુદ્ધિનો અભાવ. જો બુદ્ધિનો અભાવ થયો તો વીતરાગભાવ થયો, નહીં તો વીતરાગભાવ તો આવે જ નહીંને ! વીતરાગભાવ તો બુદ્ધિ ખસે તો જ પેસે. બુદ્ધિ એટલે પર પ્રકાશ, એટલે મીડિયમ ગ્રૂ (માધ્યમ દ્વારા આવતો
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy