SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ આપ્તવાણી-૧૪ (ભાગ-૫) તે મુંબઈમાં વાંદરાની ખાડીના કાદવને અડે, ખાડીના પાણીને અડે, ખાડીની ગંધને અડે પણ લાઈટને કશું અડે નહીં ! એ લાઈટ કાદવને અડીને જાય પણ કાદવ એને ના અડે, ગંધ ના અડ, કશું જ ના અડે. આપણે ભય રાખવાનું કોઈ કારણ જ નથી કે લાઈટ કાદવવાળું થઈ જશે, ગંધવાળું થઈ જશે કે પાણીવાળું થઈ જશે ! આ લાઈટ જો આવું છે, તો આત્માનું લાઈટ કેવું સરસ હોય ! આત્મા લાઈટસ્વરૂપ જ છે ! પ્રશ્નકર્તા ઃ અમે પ્રકૃતિ જોડે તન્મયાકાર થયા છીએ, તો અમારું જે મિશ્રચેતન છે, એમાં તો ગંદવાડો અડે છે ને ? દાદાશ્રી : એમાં અડે તેને આપણે “જોવાનું ! પ્રશ્નકર્તા : પણ તેની આપણા પર અસર આવે તેનું શું ? દાદાશ્રી : એને પણ “આપણે” જોવાનું ! લાઈટનો કામધંધો શો? જોવાનું.” એમાં ટેકરી આવે, કાદવ આવે, પાણી આવે, ગંધ આવે તો ગંધ, ઝાંખરા આવે તો ઝાંખરામાંય પેસીને નીકળી જાય. પણ એને ઝાંખરું લાગેકરે નહીં. આ લાઈટ જો આવું છે, તો પેલું લાઈટ કેવું સરસ હોય ! જ્ઞાતા-દ્રષ્ટાતો પ્રકાશ, અસંગ-તિર્લેપ એટલે તમારું જ્ઞાતા-દ્રષ્ટાપણું વાંદરાની ખાડી આગળ આવે તોય પણ એ ખાડીને જુએ, ખાડીના કાદવને જુએ, ખાડીના કાદવને અડે એ જ્ઞાતા-દ્રષ્ટાનો પ્રકાશ, પણ જરા ગંધાય નહીં એ પ્રકાશ અને એ પ્રકાશ કાદવવાળો થાય નહીં એવા નિર્લેપભાવમાં હોય છે. પ્રકાશ ખાડીની મહીં 'ગંદામાં અડે ત્યાં, પણ એ મહીં પ્રકાશને ન અડે કશું. પુદ્ગલ પુદ્ગલની ગંધમાં અને આ પોતાના જ્ઞાતા-દ્રષ્ટાપદમાંથી ખસે નહીં. પ્રશ્નકર્તા: ખાડીમાં દુર્ગધ જે આવે એ દુર્ગધનું જ્ઞાન તો થાયને? દાદાશ્રી : હા, આ જ્ઞાન પોતાને તો બધું જ થાય કે આ ખાડી છે, કાદવ છે પણ ક્યારેય એ પોતે કાદવવાળો ના થાય. કાદવની આમ બે ચરી હોય, એક આ બાજુ કાદવ હોય ને આ બાજુ કાદવ ને વચ્ચે નીક જેવું હોય તો એની અંદર નીકને અડીને ચાલે પણ કાદવવાળો ના થાય.
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy