SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ [૮.૨] જ્ઞાતીઓએ અનુભવ્યો, અનાદિ જ્ઞાતપ્રકાશ પ્રકાશ એક પણ રીત જુદી પ્રશ્નકર્તા ઃ આપ જે જ્ઞાન આપો છો, તે જ્ઞાન તીર્થકર જેવું થાય ? દાદાશ્રી : બધા તીર્થકરોનું એક જ જાતનું જ્ઞાન, એમાં ફેરફાર કશો નહીં. ભાષા ફેર પણ જ્ઞાન એક જ પ્રકારનું. અત્યારેય એનું એ જ જ્ઞાન હોય પણ ભાષા ફેર હોય. અનાદિ કાળથી પુગલનો પ્રકાશ અને જ્ઞાનપ્રકાશ ફેર જ હોય છે. જ્ઞાનપ્રકાશ બધા જ્ઞાનીઓનો એક જ પ્રકાશ અને આ પુગલનો પ્રકાશ એ બધી લાઈટોનો એક જ જાતનો પ્રકાશ. એ બન્ને પ્રકાશ જુદા સ્વભાવના છે. જ્ઞાન તો એ જ છે, શરૂથી છેલ્લી દશા સુધી માત્ર પ્રકાશ વધતો જાય છે. જેમ જેમ આવરણ ઘટતા જાય, તેમ તેમ પ્રકાશ વધતો જાય. નિરાવરણ થયો કે એક જ પ્રકાશ. પ્રશ્નકર્તા પ્રકાશ એક છે પણ રીત જુદી. વીતરાગોની રીત અને આ રીત, એટલે એ પ્રકાશ, મૂળ પ્રકાશ પામવાની રીત ? દાદાશ્રી મૂળ પ્રકાશ તો એનો એ જ છે, એમાં ફેર કોઈ કરી શકે જ નહીં. હજુ તો અનંત ચોવીસી સુધી આ જે પ્રકાશ છે, એમાં ફેર પડે નહીંને !
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy