SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૮ આપ્તવાણી-૧૪ (ભાગ-૫) દાદાશ્રી : એ જ તત્ત્વ કહેવાય. તત્ત્વ એનું નામ કહેવાય કે જે અવિનાશી હોય, આ પ્રકાશ વિનાશી છે, પેલું તો અવિનાશી, ઝળક્યા જ કરે, જ્યારે જુઓ ત્યારે. પ્રશ્નકર્તા : એટલે આત્મા પ્રકાશ જ છે ? દાદાશ્રી પ્રકાશ છે પણ આવો પ્રકાશ નથી. આ તો આંધળો પ્રકાશ છે, બૂઝાઈ જાય. એ સ્વાધીન નથી. એ તો ઓર જાતનો પ્રકાશ છે, પરમાત્મ પ્રકાશ છે. આત્મા પ્રકાશ સિવાય બીજી કોઈ વસ્તુ જ નથી અને જો બીજી વસ્તુ કહે તો આત્મા શી રીતે સમજે ? પ્રશ્નકર્તા: હા, હા, આમાં જે પ્રકાશ છે એ જ આત્મા. દાદાશ્રી : એ જ આત્મા. બે જાતનો પ્રકાશ : એક બુદ્ધિરૂપી પ્રકાશ, બુદ્ધિરૂપી પ્રકાશ એ અજ્ઞાન પ્રકાશ છે અને બીજો સાચો જ્ઞાનપૂર્વક. બુદ્ધિ જેની ખલાસ થઈ હોય અને જે જ્ઞાન છે તે જ પ્રકાશ છે, તે જ આત્મા છે. બે પ્રકારના અજવાળા : બીજાને પ્રકાશ આપે, એ અજવાળું વિનાશી કહેવાય અને જે પોતાને પ્રકાશ આપે ને બીજાને પણ પ્રકાશક હોય એ અવિનાશી અજવાળું, તે પરમ જ્યોતિસ્વરૂપ છે. આ પ્રકાશ એ પુદ્ગલ પ્રકાશ છે અને પેલો પ્રકાશ તો જ્યોતિસ્વરૂપ છે. એ જ્યારે જુએ ત્યારે ઈન્દ્રિયો જીતી લે એવું જ્યોતિસ્વરૂપ છે. નબળાઈઓ જાય પછી અનુભવાય જ્યોતિ સ્વરૂપ પ્રકાશ પ્રશ્નકર્તા પુદ્ગલ પ્રકાશ વિશે વધારે સમજાવશો. દાદાશ્રી : આપણે ઘડાની અંદર લાઈટ મૂકીએ, તો લાઈટ બહુ સુંદર દેખાયને ? વધારે દેખાયને ? ઘડો ફોડી નાખીએ તો અહીં લાઈટ ફેલાય, તે પછી પાતળું લાઈટ દેખાય ? પ્રશ્નકર્તા : હા, આછું દેખાય.
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy