SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ [૭.૩] ચિંતવે તેવો થાય ૧૧૩ દાદાશ્રી : નહીં, એ તો શુદ્ધ છે જ. (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્માને જ શુદ્ધ બનાવવાનો છે. એટલે જો શુદ્ધ કરશો તેને, તો તે રૂપ થઈ જશો, હતો તેનો તે અને બીજું ચિંતવન કરે તો બીજો થઈ જાય. એટલે ચિંતવન (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્માનું જ, એ પેલો આત્મા કશું કરતો જ નથી. પણ તે (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા, જો આમનો જઈશ તો શુદ્ધાત્મા થઈ જઈશ, આમનો જઈશ તો અવળું થશે એવું કહીએ છીએ આપણે. શુદ્ધાત્માની હજુ પ્રતીતિ, માટે કર્યા કરવી “શુદ્ધ'ની ચિંતવતા પ્રશ્નકર્તા: ખાલી ચિંતવનથી (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા શું શુદ્ધાત્મા થઈ જાય ? દાદાશ્રી : હા, તેથી તો હું તમને કહું છું કે શુદ્ધાત્મા તમે થઈ ગયા. એટલે પછી તમે “હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું' એ કર્યા કરશો, તે રૂપ થયા કરશો. પ્રશ્નકર્તા : પણ જો થઈ ગયા છીએ તો પછી “શુદ્ધાત્મા છું' એ કરવાની જરૂર શું ? દાદાશ્રી : હા, એ તમને શુદ્ધાત્માની હજુ પ્રતીતિ બેઠી છે. પ્રતીતિ બેઠી એટલે તમારે જાગૃતિ આ રહ્યા જ કરવાની, એ પોતે જેવું ચિંતવે એવો થયા કરવાનો. આ ચિંતવનને ચિંતવન કહે છે અને પેલા ચિંતવનને સાયકોલોજિકલ ઈફેક્ટ કહે છે, અજ્ઞાનીના ચિંતવનને. કારણ કે એ માનસિક અવસ્થા છે. આમાં માનસિક નથી, ચિંતવન છે આ તો. આ તીર્થકરોની શોધખોળ છે. તું શુદ્ધાત્મા, તું શુદ્ધ જ છું, નહીં તો બીજું ચિંતવન કરે તો તેવો થઈ જાય. એટલે કહું છું કે તારી જાતને શુદ્ધ જ ચિંતવજે, કે હું તો શુદ્ધ જ છું, હું શુદ્ધ જ છું. ચંદુભાઈ કશો વાંધો નહીં, કહીએ. તમારે જેમ ડખો કરવો હોય તેમ કરો, અમે તો શુદ્ધ જ છીએ, કહીએ.
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy