SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૪ (ભાગ-૫) મૂળ આત્મા કલ્પ - ‘હું ચંદુ’ વિકલ્પ - ‘હું શુદ્ધાત્મા’ તિર્વિકલ્પ કલ્પ એ ખુદ છે, તેમાંથી તે વિકલ્પી થાય છે અને તે જો નિર્વિકલ્પી થાય તો કલ્પ થાય. ૯૨ આત્મા કલ્પ સ્વરૂપ છે. કલ્પ સ્વરૂપ નિર્વિકલ્પ ભાવે રહે તો તે પરમાત્મા જ છે અને વિકલ્પભાવે રહે તો તે સંસારી છે. નિર્વિકલ્પ ભાવે રહેવું એ કરોડો અવતારેય પ્રાપ્ત થવું મુશ્કેલ છે. એ તો ‘જ્ઞાની પુરુષ’ ભેગા થાય ત્યારે જ એ પદને પામે. આપણું જ્ઞાન સહજ છે એટલે સહજતા પ્રાપ્ત થાય. વિકલ્પ ક્યારેય ઊભો જ ના થાય. પ્રશ્નકર્તા : આપણે તો આત્માને કેવળ નિર્વિકલ્પ જાણ્યો છે, તો કલ્પ-વિકલ્પ ને નિર્વિકલ્પ સ્વરૂપ સમજાવો. દાદાશ્રી : આત્મા કલ્પ સ્વરૂપ છે તે વિકલ્પ સ્વરૂપ થાય છે, તેને નિર્વિકલ્પ સ્વરૂપ થવાનું છે. મૂળ શુદ્ધાત્મા (આત્મા) તે કલ્પ, હું ચંદુ તે વિકલ્પ અને હું શુદ્ધાત્મા એ નિર્વિકલ્પ. આમાં આત્મા તો શુદ્ધ જ છે. આત્મા બદલાતો નથી, આત્માની બિલીફ બદલાય છે કે આ છું હું. ‘હું ચંદુ' થયું, વિશેષભાવ થયો એટલે વિકલ્પ થયો. ‘હું છું’ એ બોલવામાં આવે છે તે આરોપિત જગ્યાએ બોલવામાં આવે છે, અજ્ઞાનતાથી બોલવામાં આવે છે. એને વિકલ્પ કહ્યો. વિકલ્પ કોને કહેવાય ? ‘પોતે’ કલ્પ સ્વરૂપ છે અને આરોપણ બીજી જગ્યાએ કરે છે એને વિકલ્પ કહેવાય. ‘હું ચંદુ છું, આનો મામો છું, હું ચાલીસ વર્ષનો છું, હું બી.કૉમ. થયેલો છું,’ એવા વિકલ્પ કેટલા હશે ? આ વિકલ્પની છેલ્લામાં છેલ્લી વ્યાખ્યા. બીજી સંસારમાં પોતાની ભાષામાં રિલેટિવ તો ઘણી છે, પણ જ્ઞાનભાષામાં છેલ્લામાં છેલ્લી આ વ્યાખ્યા. ‘હુંપણું’ જ્યાં આરોપ કર્યું એ વિકલ્પ અને મારાપણું જ્યાં આરોપ કર્યું તે સંકલ્પ. ‘આ પેન મારી છે, આ ખમીસ મારું છે, આ બૉડી (શ૨ી૨) મારું છે’ એ સંકલ્પ કહેવાય. હું બાપ, ધણી, મેનેજર તે બધા વિકલ્પ. જ્યાં જ્યાં
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy