SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ છયે તત્ત્વો ટંકોત્કીર્ણ સ્વભાવના એટલે એ શું કહેવા માગે છે કે આ શરીરમાં છ તત્ત્વો છે. છ તત્ત્વો કોઈ કોઈમાં એકાકાર થતા નથી. આપ્તવાણી-૧૪ (ભાગ-૫) ટંકોત્કીર્ણ છે એટલે એક વસ્તુ બીજી વસ્તુ સાથે ક્યારેય એકાકાર ન થાય. પોતાના ગુણધર્મ છોડે નહીં, ભેગી હોવા છતાંય. પ્રશ્નકર્તા : જે વસ્તુનો એનો સ્વભાવ હોય, એ સ્વભાવ કદી છોડે નહીં ! થાય. દાદાશ્રી : સ્વભાવ કદી છોડે નહીં અને તન્મયાકાર, એકાકાર ન પ્રશ્નકર્તા : એટલે તાદાત્મ્ય રાખે ? એ સ્વસ્વરૂપે રહે ? જેમ તેલ અને પાણી રહે ? દાદાશ્રી : એનો અર્થ આપણી ભાષામાં કર્યો ખરો કે ભાઈ, તેલપાણી બે ભેગા થયા, તે જુદા પાડી શકાય એવા છે. પણ તેનો અર્થ એ સાચો નથી. તેલ અને પાણી બેઉ જુદા જુદા રહે એ આપણે અહીં દાખલાથી સમજાવી શકીએ છીએ પણ પેલું તો ઓર જ જાતનું છે. આ અહીંયા આગળ લોકોને બુદ્ધિથી સમજવા માટે છે તેલ-પાણી. પ્રશ્નકર્તા ઃ છતાં પણ તેલ-પાણીનું તો કો'કવારેય ભેગું થવાનો સંભવ છે ને ? દાદાશ્રી : ના, સંભવ તો ના હોયને ! એ તો સ્વભાવ જુદાને ! એ સ્વભાવથી જુદા પણ વસ્તુસ્થિતિમાં પેલું તો તદ્દન જુદી વસ્તુ છે, ટંકોત્કીર્ણ. આખા જગતમાં જે જે તત્ત્વો છે એ બધા જ ટંકોત્કીર્ણ સ્વભાવના છે. એટલે એક તત્ત્વ બીજા તત્ત્વને કંઈ પણ ના કરી શકે. પોતે પોતાનું જ કરી શકે, બીજા તત્ત્વોનું કંઈ પણ ન કરી શકે. તે બધા સંયોગસ્વરૂપે રહ્યા છે. છયે તત્ત્વો નિર્લેપ છે, તે આ બધા જે તત્ત્વો છે, એ નિત્ય છે
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy