SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ 300 આપ્તવાણી-૧૪ (ભાગ-૫) પ્રશ્નકર્તા ઃ ઘન એટલે એનું વિભાજન નથી થયું એ અર્થમાં છે ? ઘનનો અર્થ એવો છે કે એના ભાગ પડ્યા નથી ? ૩૦ દાદાશ્રી : એના ભાગ પડે જ નહીં. એના ટુકડા થઈ શકે નહીં, કરવા હોય તોય. બીજો ફેરફાર જ ના થાય એમાં. કોઈ કરી શકેય નહીં. પ્રશ્નકર્તા : ચૈતન્યઘન એટલે ? દાદાશ્રી : ચૈતન્યનો ઘન એટલે વન સાઈડેડ ચૈતન્ય નહીં, ક્યૂબ સાઈડથી ચૈતન્ય. બધી રીતે ચૈતન્ય છે. ચેતનનું આખું ઘનસ્વરૂપ છે. આ કંઈ પડછાયો નથી, ચૈતન્યઘન ! ચૈતન્યઘન એટલે ચૈતન્યનો પીંડ કહેવાય. ચૈતન્યના અનંત પ્રદેશો છે, પ્રદેશે પ્રદેશે જ્ઞાન છે. માટે અનંત જ્ઞાન છે. એ અનંત પ્રદેશે અનંત જ્ઞાન છે. પ્રશ્નકર્તા : એ ઘન શબ્દ ચૈતન્યની સાથે જાય ? દાદાશ્રી : ઘન એટલે શું કહેવા માગે છે કે એ સિવાય બીજું મહીં ભેળસેળ નથી. ભેળસેળવાળી વસ્તુ નથી, સ્વાભાવિક વસ્તુ છે. આ કંઈ બનાવેલી વસ્તુ નથી. ચૈતન્ય એટલે જ્ઞાત-દર્શત-સુખ રૂપી પરમ જ્યોતિ પ્રશ્નકર્તા : ચૈતન્યઘન વિશે વધારે ફોડ પાડશો ? દાદાશ્રી : આત્મા છે ને, એ તો ચૈતન્ય છે, શુદ્ધ ચૈતન્ય છે. આત્મા કેવો છે ? સત્ એટલે અવિનાશી અને નિરંતર શાશ્વત ચૈતન્યવાળો છે. જોડે જોડે એ પરમાનંદ સ્વરૂપ છે અને બધી ચીજ જાણવાનો ને લાગણીવાળો જેનો સ્વભાવ છે. એ જ્ઞાતા, જોઈ શકે ને જાણી શકે. બીજા કોઈ તત્ત્વો જોઈ શકે અને જાણી શકે નહીં. જોવા-જાણવાની ક્રિયા છે એ ભગવાન અને પરમાનંદ સ્વરૂપ. એટલે ચૈતન્ય છે, શુદ્ધ ચૈતન્ય. બીજામાં ચૈતન્યતા નથી. બધું ‘માય’ (મારું) એ ચૈતન્ય નથી. પ્રશ્નકર્તા : ચૈતન્યનો ખરો અર્થ શું ? દાદાશ્રી : જ્ઞાન-દર્શન ભેગું કરીએ તો ચૈતન્ય કહેવાય. બીજી કોઈ
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy