SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ આપ્તવાણી-૧૪ (ભાગ-૫) દાદાશ્રી: અહીં હોય નહીં કોઈ, શેના આધારે ઓળખાવીએ ? એ સ્વરૂપ શબ્દથી સમજાય એવી વસ્તુ નથી. મૂળ આત્મા એવી જગ્યા છે કે જ્યાં પુદ્ગલ પહોંચતું જ નથી. એની બાઉન્ડ્રીમાં પુદ્ગલ પહોંચતું જ નથી. એ જગ્યા મેં જોયેલી છે એટલે મને આશ્ચર્ય થાય કે આ કેવી જગ્યા છે ! જ્યાં પુદ્ગલ ના પહોંચે એવી જગ્યા છે. આને આ કાળનું કેવળજ્ઞાન કહેવાય. એ તો એવું ચાલે પણ સાચું કેવળજ્ઞાન નહીં, કળિયુગનું ! જેમ-તેમ પાસ થાય એવું, ફુલ્લી પાસ (પૂર્ણ) નહીં ! પ્રશ્નકર્તા ઃ બોલી શકે નહીં એ બરાબર છે. તમે કહો કે દાદા ભગવાન ત્રણસો સાઈઠ ડિગ્રીના એ તો માન્યા અને તમે ત્રણસો છપ્પન, પણ ત્રણસો છપ્પન મારફતે ત્રણસો સાઈઠનું જ્ઞાન કેવી રીતે નીકળે ? દાદાશ્રી : છપ્પન મારફતે નથી નીકળતું, આ તો ઓરિજિનલ ટેપરેકર્ડ નીકળે છે અને માલિકી વગરની વાણી છે. તે આ દાદા ભગવાનનીય હોય અને આ મારીએ ન્હોય. પ્રશ્નકર્તા ઃ દાદા ભગવાનની એ ન્હોય ? દાદાશ્રી : ના, દાદા ભગવાનની હોત તો બારસો રૂપિયા (ટેપરેકોર્ડરની કિંમત)ના દાદા ભગવાન થઈ ગયા ! આ તો કેવળજ્ઞાન સ્વરૂપ છે ! જ્ઞાતીએ જોયું કેવળજ્ઞાત સ્વરૂપ, પ્રજ્ઞાથી પ્રશ્નકર્તા: નિરાલંબ સ્વરૂપ આપે જોયું છે, એ કેવું હોય ? એટલે નિરાલંબ સ્વરૂપ જોયું કોણે ? આમાં મૂળ સ્વરૂપે દાદા રહેલા છે, પણ આ અનુભવ કરવા જુદા રહ્યાને ? મૂળ સ્વરૂપને જોનારા જુદા રહ્યાને અત્યારે ? દાદાશ્રી : એ પ્રજ્ઞા જ, પ્રજ્ઞાથી, બધું પ્રજ્ઞાનું કામ. આ તમારા મૂળ શુદ્ધાત્મા સ્વરૂપને જોનારી પ્રજ્ઞા. એ પ્રજ્ઞા જુએ છે. જયાં સુધી
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy