SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ [૧.૧] કેવળજ્ઞાન સ્વરૂપ આ પાંચ આજ્ઞારૂપી વાક્યો એ જ કેવળજ્ઞાનના યથાર્થ સાધનો છે. એ સાધનોથી કામ લીધું કે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. સંસાર નડતો નથી. આ પાંચ વાક્યો ને સંસારને લેવાદેવા નથી. આત્મજ્ઞાન અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તાય એટલે પછી કેવળજ્ઞાન થાય. કેવળજ્ઞાન પામવું એ કંઈ બહુ છેટું નથી. જ્ઞાની મળે પછી એ બહુ છેટું નથી, નહીં તો કરોડો વર્ષ ને કરોડો અવતારેય નથી પમાય એવું. તમારે બોજો રાખવાનો નહીં. આ આજ્ઞા પાળોને, એટલે એ પદ તો એની મેળે સામું જ આવવાનું હવે. મારે ચોખ્ખું કહી દેવું જોઈએને કે શું છે આ ! કરેક્ટનેસ તો આવવી જોઈએ ને ? કેવળજ્ઞાન ! એબ્સૉલ્યુટ ! કેવળજ્ઞાત સ્વરૂપ થતા, થયા પ્રયોગ-પ્રયોગી જુદા પ્રશ્નકર્તા ઃ આ વ્યવસ્થિતની આજ્ઞા અને ભોગવે એની ભૂલની સમજથી આખો બોજો ઓછો થઈ ગયો. દાદાશ્રી : કારણ કે તે ઘડીએ એ શું કરતો હતો ? એ પ્રયોગમાં પડતો હતો અને હવે પ્રયોગની બહાર નીકળ્યો. હવે કેવળજ્ઞાન સ્વરૂપ થયો પાછો. એટલે એને સમજાયું કે ભૂલ થઈ હતી આપણી. પ્રશ્નકર્તા મોટી ભૂલ થઈ હતી. દાદાશ્રી : હા, તે ભૂલ થાય પણ તે ઘડીએ દઝાવાય ને ? પ્રશ્નકર્તા : હા, દઝાવાય. દાદાશ્રી ત્યારે દઝાવાનું એ જેટલું લમણે લખેલું એટલું દઝાવું જ પ્રશ્નકર્તા : હા, છૂટકો જ નહીં. દાદાશ્રી : હા, છૂટકો જ ના થાયને ! પણ દઝાએલું હોય તો અનુભવ જ્ઞાન થાય, સચોટ જ્ઞાન થાય. વારેઘડીએ આમ દઝાયેલા હોયને,
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy