SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ (૨.૧) જ્ઞાયક : જ્ઞાન : શેય યિાજ્ઞાતને અહંકાર જાણે તે એકેય સ્વસત્તા જાણે પ્રશ્નકર્તા ઃ તમામ ક્રિયા માત્ર પરસત્તા છે. ક્રિયાવાળું જ્ઞાન એ પણ પરસત્તા છે, તો ક્રિયાવાળા જ્ઞાનને જે જાણે છે એ સ્વસત્તા છે ? આમાં પેલું મોચીનું જ્ઞાન છે એ જ્ઞાનને જે જાણે છે એ સ્વસત્તા થઈ ? દાદાશ્રી : એ જ્ઞાનને જાણનારો અહંકાર છે. પ્રશ્નકર્તા ઃ એટલે આ મોચીનું તમામ જ્ઞાન જાણનારો અહંકાર દાદાશ્રી : મોચીનું જે જ્ઞાન થયેલું છે, એ જ્ઞાનનો જાણકાર કોણ ? ત્યારે કહે, બુદ્ધિ, બુદ્ધિ એટલે માલિક કોણ ? ત્યારે કહે, એ અહંકાર. તે અહંકાર એટલે અહીંયા સ્વસત્તા તો હોય જ નહીં, સ્વસત્તાને લાગતુંવળગતું નથી. આટલા બધા જ્ઞાન તું જાણીશ, આખા જગતના મનુષ્યોનું બધું જ્ઞાન જાણીશ તોય સ્વસત્તામાં આવીશ નહીં, કહે છે. એ તો પાછો ઈગોઈઝમ જાય તો (સ્વસત્તામાં આવે). કારણ કે એ અમુક જગ્યાએ જે બાકી રહ્યું હોય, તેના આધારે બધું કાચું રહી જાય. હું જાણું છું ત્યાં સુધી સ્વસત્તા નહીં. હું જાણું છું, એવું એ જાણેને ! એટલે અમે કહ્યુંને, આખા જગતના તું સજેટ્સ જાણું તોય એ બુદ્ધિમાં જાય અને આ ભઈ છે તે એક આત્મા જાણી ગયો, કશું આવડે નહીં, ડફોળ હોય, તે જ્ઞાનમાં જાય. પેલા સાહેબ આવડા મોટા હતા તોય એ બુદ્ધિમાં જાય. પ્રશ્નકર્તા: એટલે આમાં મોચીને જે જ્ઞાન ઉત્પન્ન થયું છે, એનાથી એ મોચીની ક્રિયા કરી શકે છે, તો મોચીની ક્રિયા જાણનાર, એ મોચીની ક્રિયા જે જ્ઞાનના આધારે થાય છે... દાદાશ્રી : એ અહંકાર જાણે અને અહંકારને સ્વસત્તા જાણે. આ અહંકારી જ્ઞાનને સ્વસત્તા જાણે. પ્રશ્નકર્તા : એટલે આ મોચીનું જ્ઞાન, વકીલાતનું જ્ઞાન, ડૉક્ટરીનું જ્ઞાન એ બધું અહંકારી જ્ઞાન. દાદાશ્રી : એ અહંકારી છે.
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy