SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ સ્વભાવ જ સમજી લેવાનો છે. મઠિયા ખાય તે તીખા હોય કે મોળા, આત્મ સ્વભાવ વીતરાગ છે, જાણકાર જ છે. સ્વાદના રંગે રંગાતો જ નથી. એ અસ્પૃશ્ય સ્વભાવનો જ છે. ગમે તેવા અપમાનમાંય આત્મા પોતે જાણકાર જ રહે છે કે અપમાન કોનું થાય છે, પોતે કોણ છે. પણ સ્વભાવ જાગૃતિની ખામીને લઈને અપમાનની અસર માથે લઈ લે છે. પરિણામે પોતાનું જાણપણું ચૂકી જાય છે. [૮] સ્વભાવ-સ્વપરિણતિ-સ્વરિણામ [૮.૧] સ્વભાવ : પરભાવ “હું શુદ્ધાત્મા છું” એ સ્વભાવ છે અને હું ચંદુ, આ મારું એ બધો પરભાવ છે. હું ચંદુ અને હું પૈસા કમાવાના ભાવ કરું છું, એ પરભાવ. પણ હું શુદ્ધાત્મા’ અને પૈસા કમાવાના ભાવ છે એ પરભાવ નથી ગણાતો. એ ડિસ્ચાર્જ છે, એને જોનારો પોતે છે. આત્મા સ્વભાવનો જ કર્તા છે, પરભાવનો કર્તા નથી. પરભાવનો કર્તા અજ્ઞાન, “હું ચંદુ છું એ. પરભાવો એ કોઝીઝ બંધાવાની શરૂઆત છે. પાંચ આજ્ઞા પાળે તે પરભાવમાં જઈ શકે નહીં. આજ્ઞા પાળવાનું ફળ પરભાવથી મુક્તિ અને સ્વભાવમાં સ્થિતિ. પરભાવ ઉત્પન્ન ના થાય એ અપ્રતિબદ્ધ કહેવાય. [૮.૨] સ્વપરિણતિ-પરપરિણતિ પરિણતિ એટલે પરિણામને પોતાના માનવા. આ ચંદુભાઈ જે કરે એ પરપરિણામ છે. એને “હું કરું છું એવું જો થાય તો પરપરિણતિ કહેવાય. માથું દુઃખે એ પરપરિણામ. તેને “મને દુઃખ્યું એમ કહે તે પરપરિણતિ. પારકા પરિણામને “હું કરું છું માનવું એ પરપરિણતિ અને પોતાના પરિણામને પોતાના માનવા એ સ્વપરિણતિ. શુભ અને અશુભ એ બધી પુદ્ગલ પરિણતિ છે. 43
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy