SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭.૨) અનુભવગમ્ય ૩૪૧ પાંચ આજ્ઞાતી સિન્સિયારિટી કરાવે અનુભવ પ્રશ્નકર્તા : એ આત્માના પ્રકાશનો અનુભવ કઈ રીતે થાય ? દાદાશ્રી : એ તો તમે આ જ્ઞાન લો અને જો દાદાને સિન્સિયર રહો, તમે પાંચ આજ્ઞા પાળો તો તમને પ્રકાશનો અનુભવ રોજેરોજ થાય પણ સિન્સિયર રહે તો. (આ) પાંચ આજ્ઞા એમની પાળો અને સહેલી છે પાંચ આજ્ઞા, પછી તમને રોજ અનુભવ થાય. સાકર મોઢામાં મૂકે એટલે એનું વર્ણન ના કરી શકે પણ સ્વાદ તો સમજાય કે ભાઈ, આવો છે. જેમ એ અનુભવ સ્વરૂપ છે એવું આ આત્મા અનુભવ સ્વરૂપ છે. એ બીજી વસ્તુ નથી છતાંય જ્ઞાનીઓ એને સર્વાશ રીતે જાણી શકે. હવે અનુભવ થયા પછી જાણવાનો પ્રયોગ શરૂ થાય છે. પહેલું તો અનુભવ થવો જોઈએ. અનુભવ થાય એટલે એકાગ્ર થઈ ગયો, ત્યાં આગળ ફિટ થઈ ગયો. પ્રશ્નકર્તા : દાદા, આપે કહ્યું કે જ્ઞાનીઓ જાણી શકે, તે આત્માને જ્ઞાનીઓ જોઈ શકે ? દાદાશ્રી : આત્મા ઈન્દ્રિયગમ્ય નથી, (અનુભવગમ્ય છે.) એ પોતે પોતાનાથી જુદી વસ્તુ હોય તો જોઈ શકે, પોતે પોતાને તો શી રીતે જોઈ શકે ? અનુભવગમ્ય છે. (એટલે) એનું પદ જ જ્ઞાતા-દ્રષ્ટા. આત્માતા અપરોક્ષ દર્શત મહાત્માઓને, પ્રત્યક્ષ અનુભવ દાદાને પ્રશ્નકર્તા : દાદા, આપ કહો છો, ભગવાન અંદર પ્રગટ થઈ ગયા છે, તો એ ‘પ્રગટ થવું' એટલે શું ? દાદાશ્રી : પ્રત્યક્ષ અનુભવ. પરોક્ષ અનુભવ થાય વખતે, પણ આ તો પ્રત્યક્ષ અનુભવ. પ્રશ્નકર્તા ઃ પ્રત્યક્ષ ? દાદાશ્રી : હું, આત્માનો પ્રત્યક્ષ અનુભવ, અપરોક્ષ અનુભૂતિ. પ્રશ્નકર્તા : આત્માના પરોક્ષ અને અપરોક્ષ દર્શન કેવી રીતે થાય ?
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy